- ફરિયાદ બાદ પોલીસે આરોપીને ડીટેઇન કર્યો
- જેટલી વધુ હિન્દુ છોકરીઓને લાવીશું એટલા વધુ પૈસા મળશે તેમ કહીને રિઝવાને અન્ય હિન્દુ યુવતી સાથે લગ્નની તૈયારી કરી હતી
સુરત, શુક્રવાર
સુરતમાં લવ જેહાદની એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેને દિલ્હી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી જતા અને તેણે દીકરીને જન્મ આપતા તેને મારવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરાને ખબર પડી હતી કે તેનો વિધર્મી પતિ વધુ એક હિંદુ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જે બાબતે સગીરાએ પૂછતાં વિધર્મીએ જેટલી વધારે હિન્દુ યુવતીઓ લાવીશું એટલાં વધુ પૈસા મળશે તેમ કહ્યું હતું. આ શબ્દો સાંભળી ચોંકી ગયેલી હિન્દુ દીકરીએ સુરત પોલીસ મથકે ફરિયાદ નોંધાવુતા પોલીસે આરોપીને ડીટેઇન કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર