Gujarat

કોંગ્રેસનું ઓપરેશન યુવરાજ સફળ થશે : આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો
 

કોંગ્રેસનું ઓપરેશન યુવરાજ સફળ થશે : આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો
 

- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને આપે વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપી પછી કાપી નાખી હતી
- કોંગ્રેસના શિક્ષણ બચાવો સંમેલનમાં યુવરાજસિંહ સ્ટેજ ઉપર જાેવા મળતાં નવાજૂનીના એંધાણ

ગાંધીનગર,શનિવાર

  લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તડામાર તૈયારીઓ આરંભી છે અને ગુમાવેલી બેઠકો કબજે કરવા માટે પ્રદેશ પ્રમુખ મેરેથોન બેઠકો કરી રહ્યા છે. કોંગ્રેસ છોડીને ગયેલા કેટલાક નેતાઓની ઘરવાપસી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા પાટનગર ગાંધીનગરમાં શિક્ષણ બચાવ સંમેલનના ધરણા યોજાયા હતા. જેમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત ધ્યાન ખેંચે તેમ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સ્ટેજ ઉપર જાેવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ઓપરેશન યુવરાજ હાથમાં લીધું છે અને લગભગ ઓપરેશન સફળ થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નજીકના દિવસોમાં યુવરાજસિંહ સત્તાવાર કોગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે તેવી શક્યતાઓ જાેવામાં આવી રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહને ગાંધીનગરની દહેગામ બેઠક ઉપરથી ટિકીટ આપી હતી. જાે કે, બાદમાં આયાતી ઉમેદવારને લઈ વિરોધ થતાં અન્ય સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવામાં આવી હતી. એ પછી ડમીકાંડ સામે આવ્યો હતો અને જેમાં યુવરાજસિંહ એન્ડ કંપની સામે ૧ કરોડની ખંડણી મામલે ફરિયાદ થઈ હતી અને ત્રણ મહિનાની જેલ થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહે હૂંકાર કર્યો હતો કે, કૌભાંડીઓને છોડવામાં આવશે નહી, સત્ય બહાર લાવીશ. જાે કે, હવે યુવરાજસિંહનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો હોય તેમ કોંગ્રેસમાં જાેડાઈ શકે છે તેવા ભણકારા વાગી રહ્યા છે. ગાંધીનગરમાં આયોજિત કોંગ્રેસના શિક્ષણ બચાવ સંમેલનમાં યુવરાજસિંહે ભાષણ પણ આપ્યું હતું. કોંગ્રેસ પણ ઈચ્છી રહી છે કે, યુવરાજસિંહ પાર્ટીમાં આવે અને આ ઓપરેશન લગભગ સફળતા તરફ આગળ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો