Gujarat

ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ મૃતકના વારસદારને વળતર ચુકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ 

ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ મૃતકના વારસદારને વળતર ચુકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ 

- એક્સિડન્ટના કેસમાં મૃતકના વારસદારને 11.25 લાખ રૂપિયાનો ક્લેમ ચુકવાશે
- વીમાધારકનું સ્કૂટર સ્લીપ થઈ જવાથી અકસ્માતમાં મૃત્યુ થયું હતું

નવસારી, ગુરુવાર 

  કોઈ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને ત્યાર પછી તે વાહન હંકારતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામે તો વળતર મળી શકે? હા, કારણ કે લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તેનો અર્થ એવો નથી કે તેણે બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કર્યું છે અથવા તેને ડ્રાઈવિંગ નથી આવડતું. નવસારી સ્થિત ગ્રાહક તકરાર નિવારણ પંચે આવો ચુકાદો આપીને એક એક્સિડન્ટના કેસમાં મૃતકના વારસદારને 11.25 લાખ રૂપિયાનો ક્લેમ ચુકવવા વીમા કંપનીને આદેશ આપ્યો છે. આ કેસમાં 2021માં એક એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું જેના પુત્રને હવે ક્લેમની રકમ મળશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  2 માર્ચ 2021ના રોજ વિજલપોર ખાતે ઈરુ રોડ પર લલ્લુભાઈ ટંડેલનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું. ચાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધા પછી 28 માર્ચે તેમનું મૃત્યુ થયું હતું. તેમનો ડેથ ક્લેમ વીમા કંપની ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કરતા લલ્લુભાઈના પુત્ર દિવ્યેશ ટંડેલે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી. લલ્લુભાઈએ 15 લાખનો પર્સનલ એક્સિડન્ટ કવર લીધું હતું જે જૂન 2020થી એક વર્ષ માટે માન્ય હતું. દિવ્યેશે ક્લેમ કર્યો પરંતુ 13 સપ્ટેમ્બર 2021ના રોજ વીમા કંપનીએ ક્લેમ રિજેક્ટ કરી દીધો.વીમા કંપનીએ કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામનાર લલ્લુભાઈનું ડ્રાઈવિંગ લાઈસન્સ 14 મે 2018ના રોજ એક્સપાયર થઈ ગયું હતું. તેણે એમ પણ કહ્યું કે લલ્લુભાઈ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા હોવાથી તેમનો અકસ્માત થયો હતો. પરંતુ ગ્રાહક તકરાર નિવારણ પંચે આ દલીલ ઉડાવી દીધી છે અને કહ્યું છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તેનો અર્થ એવો નથી કે મૃતકને વાહન ચલાવતા નહોતું આવડતું અથવા તેઓ બેફામ ડ્રાઈવિંગ કરતા હતા.ગ્રાહક તકરાર નિવારણ પંચે કહ્યું કે વીમા ધારક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જોઈએ. આ કેસમાં મૃતક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હતું જે મે 2018 પછી રિન્યુ થયું ન હતું. એટલે કે તે વ્યવસ્થિત ડ્રાઈવિંગ જાણતા હતા. તેથી દુર્ઘટના સમયે તેઓ બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરતા હતા તેમ કહી ન શકાય. તેના કારણે વીમા કંપનીએ મૃતકના પુત્રને 11.25 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવવી પડશે, તથા માનસિક સતામણીના વળતર તરીકે રૂ. 5000 ચુકવવા પડશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ મૃતકના વારસદારને વળતર ચુકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ