National

આ રાજ્યમાં કોરોનાએ ‘ખેલ’ કર્યો, 24 કલાકમાં ઓક્સિજન સપોર્ટ પર દર્દીઓની સંખ્યામાં 264 ટકાનો વધારો

આ રાજ્યમાં કોરોનાએ ‘ખેલ’ કર્યો, 24 કલાકમાં ઓક્સિજન સપોર્ટ પર દર્દીઓની સંખ્યામાં 264 ટકાનો વધારો

- પંજાબમાં ઓક્સિજન સપોર્ટ પર ભરતી થનાર દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં 264 ટકાનો વધારો

- શુક્રવારે રાજ્યમાં કુલ 62 દર્દી ઓક્સિજન સપોર્ટ પર હતા તો શનિવારે આ આંકડો 264 થયો

- આથી વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી

 

પંજાબ,રવિવાર

  દેશમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિથી આગળ વધી રહ્યું છે. ઘણા રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે ત્યારે પંજાબમાંથી એક ચોંકાવનારી ખબર સામે છે. શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આંકડામાં એવું જણાવાય છે કે પંજાબમાં ઓક્સિજન સપોર્ટ પર ભરતી થનાર દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં 264 ટકાનો વધારો આવ્યો છે. શુક્રવારે રાજ્યમાં કુલ 62 દર્દી ઓક્સિજન સપોર્ટ પર હતા તો શનિવારે આ આંકડો 264 થયો છે. આથી વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે.

  પંજાબમાં 1 જાન્યુઆરીએ ઓક્સિજન સપોર્ટ પર 23 દર્દી ભરતી હતા. 1 જાન્યુઆરીએ રાજ્યમાં 332 કોરોના કેસ આવ્યાં હતા. શુક્રવારે રાજ્યમાં 2901 કોરોના કેસ આવ્યાં હતા. શનિવારે આ સંખ્યા વધીને 3643 થઈ ગઈ છે. શુક્રવારે લેવલ 3 સપોર્ટ પર 20 દર્દી હતા. શનિવારે તેની સંખ્યા વધીને 55 થઈ. આ 175 ટકાનો ઉછાળો આવ્યો છે. તો આ અવધિમાં વેન્ટીલેન્ટર પર કાલે 11 દર્દી ભરરતી હતી જે શુક્રવારે 6 હતા. 1 જાન્યુઆરીએ એક પણ દર્દી વેન્ટીલેટર પર નહોતો જોકે 18 દર્દી લેવલ-2 સપોર્ટ પર હતા. પંજાબમાં શુક્રવારે કોરોનાના 2901 કેસ આવ્યાં હતા પરંતુ શનિવારે આ આંકડો વધીને 3643 થયો હતો. 1 જાન્યુઆરીએ રિપોર્ટ કોવિડ કેસોની સંખ્યા ફક્ત 332 હતી. આ દરમિયાન 3 સપોર્ટવાળા દર્દીઓની સંખ્યા શુક્રવારે 20થી વધીને શનિવારે 55 થઈ હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

આ રાજ્યમાં કોરોનાએ ‘ખેલ’ કર્યો, 24 કલાકમાં ઓક્સિજન સપોર્ટ પર દર્દીઓની સંખ્યામાં 264 ટકાનો વધારો