Gujarat

કોરોનાનો ફૂંફાડો : ફ્લાવર શો અને પતંગ મહોત્સવ પણ રદ કરાયો, હવે કડક પગલા લેવામાં આવશે

કોરોનાનો ફૂંફાડો : ફ્લાવર શો અને પતંગ મહોત્સવ પણ રદ કરાયો, હવે કડક પગલા લેવામાં આવશે

- સરકાર સતત મોનટરિંગ કરી રહી છે, આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાઈ શકે છે 
- આઠ આઈએએસ અને એક મંત્રી પણ કોરોના સંક્રમિત થયા : ઓનલાઈન શિક્ષણ ઉપર મોટો નિર્ણય લેવાઈ શકે 

ગાંધીનગર, ગુરૂવાર

  રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકાર છેલ્લા બે મહિનાથી જેની તૈયારી કરતી હતી તે વાયબ્રન્ટ સમિટ રદ કરવી પડી છે. અમદાવાદમાં ગત મંગળવારે રિવરફ્રન્ટ ઉપર સંત સંમેલન યોજાયું હતું અને બાદમાં ભાજપના નેતાઓ પણ કોરોનામાં સપડાયા છે. કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ જતાં અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો અને પતંગ મહોત્સવ પણ રદ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને ત્રીજી લહેરમાં સંક્રમણ વધતાં વાઈબ્રન્ટ રદ કરાઈ છે. અત્યાર સુધી આઠ આઈએએસ અને એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે. આગામી નજીકના દિવસોમાં ઓનલાઈન શિક્ષણ ઉપર પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે. રાજ્યમાં હાલ રોકેટગતિએ કોરોનાનું સંક્રમણ વધ્યું છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે. આગામી દિવસોમાં રાત્રિ કરફ્યુમાં પણ ઘટાડો થઈ શકે છે અને સરકાર વધુ કડક પગલાં લઈ શકે છે.

  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયા બાદ રાજ્ય સરકાર નજીકના દિવસોમાં કડક પગલાં લઈ શકે છે. અત્યાર સુધી કુલ આઠ આઈએએસ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે તો જીતુ ચૌધરી પણ પણ કોરોનામાં સપડાયા છે. કોરોનાનું સંક્રમણ વકરતાં રાજ્ય સરકાર બેકફૂટ ઉપર આવી ચૂકી છે અને આખરે વાઈબ્રન્ટ સમિટ રદ કરવાની ફરજ પડી છે. આવનારા નજીકના દિવસોમાં હવે કડક પગલાં લેવામાં આવી શકે છે જેમાં ઓનલાઈન શિક્ષણ ઉપર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્ય સરકાર છેલ્લા બે મહિનાથી વાઈબ્રન્ટ સમિટની તૈયારી કરતી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને કોર કમિટીની દરરોજ બેઠક મળે છે તેમાં કોરોનાની સમિક્ષા કરવામાં આવી રહી છે. ફ્લાવર શો અને પતંગ મહોત્સવ પણ આ તબક્કે રદ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કોઈ મોટા સંમેલનો કે મેળાવડો પણ યોજાશે નહી તે હાલના તબક્કે લાગી રહ્યું છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

કોરોનાનો ફૂંફાડો : ફ્લાવર શો અને પતંગ મહોત્સવ પણ રદ કરાયો, હવે કડક પગલા લેવામાં આવશે