
- ગેસના બે બાટલા, સિંગતેલનો ડબ્બો સહિત ૭૫૦૦ના મુદ્દામાલ ચોરી થયો
- દહેગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી
દહેગામ, બુધવાર
દહેગામના મોટી પાવઠી ગામે રહેતા આંગણવાડી કાર્યકર બે દિવસ પહેલા આંગણવાડી બંધ કરીને નિત્યક્રમ અનુસાર ઘરે ગયા હતા દરમિયાન રાત્રીનો લાભ લઈને તસ્કરોએ આંગણવાડીમાંથી ચોરી કરી હતી. આંગણવાડીના દરવાજાનું લોક તોડી તસ્કરે પ્રવેશ કર્યો હતો જે બાદ ગેસના બે બાટલા, સિંગતેલનો ડબ્બો સહિત ૭૫૦૦ના મુદ્દમાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે ચોરીની ઘટનાની જાણ થતાં ગામના લોકો આંગણવાડી ખાતે દોડી ગયા હતા અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગત અનુસાર દહેગામના મોટી પાવઠી ગામે રહેતા કુંદનબેન કનુસિંહ ચૌહાણ પાવઠીગામે પ્રાથમિક શાળાની અંદર આવેલ આંગણવાડીમાં કાર્યકર તરીકે કામ કરે છે અને તેમની ભીખીબેન સાથે આંગણવાડી હેલ્પર તરીકે કામ કરે છે. ત્યારે બે દિવસ પહેલા બપોરે કામ પતાવી આંગણવાડી બંધ કરી કરીને ઘરે ગયા હતા જે બાદ બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઘરે હતા ત્યારે પ્રાથમિક શાળાની બાજુમા રહેતા સવાજી તેમનાઅ ઘરે આવીને પ્રાથમિક શાળામા આવેલ આંગણવાડી તથા શાળામાં આવેલ મધ્યાહન ભોજનના રૂમના દરવાજાના લોક તુટેલુ અને ખુલ્લી હાલતમાં હોવાનું જણાવતા તેઓ તાત્કાલિક આંગણવાડી ખાતે દોડી ગયા હતા. તપાસ કરતાં ગેસના બે બાટલા, સિંગતેલનો ડબ્બો તથા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રૂમમા આવેલ એક ગેસની બોટલ સહિત કુલ કિ.રૂ.૭૫૦૦નો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે સમગ્ર મામલે કુંદનબેને દહેગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
