District

ગાંધીનગરના D માર્ટે એક્સપાયરી ડેટ વાળો ગોળ ગ્રાહકની કોણીએ લગાડવા જતા ભોગવવો પડ્યો અધધ રૂપિયાનો દંડ

ગાંધીનગરના D માર્ટે એક્સપાયરી ડેટ વાળો ગોળ ગ્રાહકની કોણીએ લગાડવા જતા ભોગવવો પડ્યો અધધ રૂપિયાનો દંડ

- એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય ચીજોનું વેચાણ કરીને ગ્રાહકને છેતરવામાં આવ્યા હતા

- ગ્રાહકે જારના ફોટા સહિતના પુરાવા સાથે ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી

ગાંધીનગર, શુક્રવાર

   શોપિંગ મોલમાં એકસપાયરીવાળી વસ્તુઓ  ગ્રાહકને ભટકાડી દેવાની ઘટનામાં ગાંધીનગરમં આવેલા ડી માર્ટને ગ્રાહક સુરક્ષા કોર્ટે દંડ ફટકાર્યો છે. ગાંધીનગરના સેકટર - 26માં આવેલ ડી-માર્ટ મોલ દ્વારા ગોળની બરણી પર ખોટાં સ્ટિકર મારીને એક્સપાયરી ડેટનો ગોળ 130 રૂપિયામાં વેચી મારી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં. આ મામલે એક  ગ્રાહકે જારના ફોટા સહિતના પુરાવા સાથે ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ મામલે બંને પક્ષકારોની દલીલોના અંતે કન્ઝ્યુમર કોર્ટના અધ્યક્ષ ડી. ટી. સોનીએ ડી-માર્ટ અને રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂ. 1 લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો હતો. નોંધનીય છે કે રોસિડ ઇન્ડસ્ટ્રી જારમાં ગોળનું વેચાણ કરે છે.  ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ખાદ્ય છે કે કેમ એ અંગે લેબોરેટરી રિપોર્ટ મેળવવાના ડી-માર્ટનાં આગ્રહને પણ કમિશને ફગાવી દીધો હતો અને ઉમેર્યું હતું કે આ પ્રકારના રિપોર્ટ માટે ઉપભોક્તાએ અહીં-ત્યાં ભટકવું ફરજિયાત નથી. આ ઘટનામાં ગ્રાહકને ગેરમાર્ગે દોરી છેતરવામાં આવયા છે. આથી ગાંધીનગર  કન્ઝ્યુમર કોર્ટે રૂ. 1 લાખનો દંડ બંને કંપનીઓને સંયુક્ત રીતે ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને દંડની રકમ પૈકી 50% ફરિયાદીને આપવા ઉપરાંત 130 રૂપિયા 9 ટકા વ્યાજે પાછા આપવાનો પણ હુકમ કર્યો છે.

  આ કેસ કન્ઝ્યુમર કોર્ટના અધ્યક્ષ ડી.ટી. સોની સમક્ષ ચાલી જતાં બન્ને પક્ષોની દલીલના અંતે કોર્ટે નોંધ્યું હતું કે ખોટી પેકેજિંગ તારીખો સાથે નવાં સ્ટિકર ચોંટાડ્યાં પછી એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય ચીજોનું વેચાણ કરીને ગ્રાહકને છેતરવામાં આવ્યા હતા. જોકે ડી-માર્ટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેના કામદારો દ્વારા સ્ટિકર ચોંટાડવામાં ભૂલ થઈ શકે છે, એટલે આયોગના પ્રમુખ ડી.ટી. સોની અને સભ્ય જેપી જોશીએ ડી માર્ટની આ દલીલને ફગાવી દઈ કહ્યું હતું કે "આ એક cock એન્ડ bull ની વાર્તા છે, જે ઉપજાવી કાઢવામાં આવી રહી છે અને એ અવિશ્વસનીય છે, કારણ કે કામદારો સૂચનાઓ અથવા માર્ગદર્શન વિના આવાં લેબલો મારી શકતા નથી.

જાણો શું હતી સમગ્ર ઘટના?
  ગાંધીનગરના સેક્ટર 19ના રહેવાસી પંકજ આહિરે જણાવ્યું હતું કે તેઓએ ગાંધીનગરના સેકટર - સેકટર – 26ના ડી-માર્ટમાંથી 'હેલ્ધી હંગર ટેબલ ગોળ ક્યુબ્સ'ની બે બરણી કુલ 130 રૂપિયામાં ખરીદી હતી, જેનાં પેકિંગ ઉપર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બરના રોજ અલગ-અલગ પેકેજિંગ તારીખો ધરાવતાં બે સ્ટિકર મારવામાં આવ્યાં હતાં, ગોળનો ઉપયોગ પેકેજિંગ તારીખના છ મહિનાની અંદર કરવાનો ઉલ્લેખ હતો.  આથી આવો ગોળ રાખવા  બદલ અને ગ્રાહકોને છેતરવા બદલ પંકજ આહીરે ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. જેનો ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના D માર્ટે એક્સપાયરી ડેટ વાળો ગોળ ગ્રાહકની કોણીએ લગાડવા જતા ભોગવવો પડ્યો અધધ રૂપિયાનો દંડ