- છેલ્લા ચાર મહિનામાં ૧૦મી વાર ભાવ વધારો કરવામાં આવ્યો
- ૮ એપ્રિલે રૂા.૬.૦૫ના ઘટાડા બાદ સીએનજી ભાવમાં સતત વધારો
ગાંધીનગર, સોમવાર
લૂંટો ભાઈ લૂંટો, કોના બાપની દિવાળીની જેમ અદાણીએ ફરીથી સીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો છે. છેલ્લા ચાર મહિનામાં ભાવમાં ૧૦મી વાર વધારો કરવામાં આવ્યો છે અને જેના કારણે સીએનજી વાહનો હંકારતા ચાલકોમા રોષ જાેવા મળી રહ્યો છે. અદાણીએ સીએનજીના ભાવમાં ૧૨ પૈસાનો વધારો કર્યો છે અને હવે નવો સીએનજીનો ભાવ રૂા.૭૬.૫૯ થઈ ચૂક્યો છે. એક તરફ રાજ્ય સરકાર સીએનજી વાહનોને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે બીજી તરફ પાછલા બારણે અદાણી દ્વારા સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગત ૮ એપ્રિલ,૨૦૨૩ના રોજ અદાણીએ ગેસના ભાવમાં રૂા.૬.૦૫નો ઘટાડો કર્યો હતો અને બાદમાં સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ચાર મહિનાન ટૂંકા સમયમાં ૧૦મી વાર ભાવવધારો કરવામાં આવ્યો છે અને જેના કારણે હવે ગેસનો ભાવ રૂા.૭૬.૫૯એ પહોંચી ચૂક્યો છે. ૧૦ વાર ભાવ વધારો કરવામાં આવતાં સીએનજી રૂા.૨.૩૦ જેટલો મોંઘો થઈ ચૂક્યો છે અને હજુ આવનારા સમયમાં ભાવવધારો કરવામાં આવી શકે છે. સીએનજીમાં સતત ભાવ વધતા રિક્ષાચાલકો હેરાન થઈ ચૂક્યા છે અને નાછૂટકે તેઓ ભાડા વધારવા મજબૂર બની રહ્યા છે. અદાણીને જાણે કે સરકારે લૂંટવાનો પરવાનો આપી દીધો હોય તેમ ભાવવધારો કરી રહી છે અને લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સીએનજી વાહનોનો વ્યાપ વધે તે માટે સતત પ્રયાસ કરી રહી છે અને આવા વાહનોને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી તરફ અદાણી દ્વારા સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. આ ભાવવધારો તાકીદે પાછો લેવામાં આવે તેવી રિક્ષાચાલકો માગણી કરી રહ્યા છે. કારમી મોંઘવારીમાં પિસાતી જનતાને ક્યાંયથી પણ રાહત મળતી નથી અને હવે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતાં સીએનજી વાહન ચલાવતા લોકો હેરાન થઈ ચૂક્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો