Gujarat

તારીખ તવારીખ : તા. 8 મેનો જાણો શું હતો મહિમા...

તારીખ તવારીખ : તા. 8 મેનો જાણો શું હતો મહિમા...
વિજય ઠક્કર (આણંદ)

- પ્રથમ સ્વિસ નોબેલ વિજેતા માનવતાવાદી, ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર હેનરી ડ્યુનાન્ટનો સ્વીટઝરલેન્ડમાં જન્મ (1828) હેનરી રેડ ક્રોસના સ્વપ્નદ્રષ્ટા, પ્રમોટર અને સહ-સ્થાપક હતા અને 1901માં, તેમણે ફ્રેડરિક પાસી સાથે મળીને પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવ્યો હતો 
- ગુજરાતી લેખક અને કવિ ધ્રુવ ભટ્ટનો ભાવનગર જિલ્લમાં જન્મ (1947) તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે અને તેમને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની નવલકથા સમુદ્રાન્તિકે (૧૯૯૩) અને  નર્મદા નદીના કાંઠે આવેલા એક આદિવાસી ગામમાં કાર્યરત નાયક પર કેન્દ્રિત તત્ત્વમસી (૧૯૯૮) માટે ખ્યાતિ મળી

- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (18 ટેસ્ટ અને 232 વનડે રમનાર) માઇકલ બેવનનો જન્મ (1970) 
- હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ફારુખાબાદ ઘરાનાના ભારતીય હાર્મોનિયમ અને તબલાવાદક પંડિત જ્ઞાન પ્રકાશ ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1909)

- પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત હાર્ટ સર્જન દેવી પ્રસાદ શેટ્ટીનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1953) 
- યુએઈ ક્રિકેટ ટીમના ખેલાડી (2 વન ડે રમનાર) રિયાઝ પુનાવાલાનો ભારતમાં પુના ખાતે જન્મ (1961)

- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ભારતીય ફિલ્મ નિર્માતા મધુ મંતેનાનો હૈદરાબાદ ખાતે જન્મ (1975) તેમના લગ્ન (2015-19) નીના ગુપ્તાના દીકરી મસાબા ગુપ્તા સાથે થયા હતા
- ન્યૂઝલેન્ડના ક્રિકેટ ખેલાડી (5 વન ડે રમનાર) તરુણ નેથુલાનો ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1961)

- ભારતના લોકપ્રિય પૉપ ગાયક અને પ્લેબેક સિંગર રેમો ફરનાન્ડિઝનો ગોવાના પણજી ખાતે જન્મ (1953)
- બૉલીવુડ ફિલ્મોના ગાયિકા પ્રક્રિતી કક્કરનો દિલ્હી ખાતે જન્મ (1995)

- અમેરિકાની બેઝબોલ ટીમના પ્રોફેશનલ ખેલાડી રહેલ દિનેશ પટેલનો લખનૌ ખાતે જન્મ (1989)
- વિશ્વ રેડ ક્રોસ દિવસ 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

તારીખ તવારીખ : તા. 8 મેનો જાણો શું હતો મહિમા...