Gujarat

વેરાવળમાં 'મોતની મેરેથોન' : ભાજપ સાંસદ દ્વારા મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નાગરિકો એકઠા કરાયા

વેરાવળમાં 'મોતની મેરેથોન' : ભાજપ સાંસદ દ્વારા મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નાગરિકો એકઠા કરાયા

- કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી

- આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી

- કોવિડની ગાઈડ લાઇનના લીરે લીરા ઉડ્યા

 

ગીર સોમનાથ,રવિવાર

  ગુજરાત રાજ્યમાં ઘાતક વાયરસનો કહેર એ હદે વધ્યો છે કે સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરો વધારો થઈ રહ્યો છે, કોરોના તો ખરો સાથે સાથે ઓમિક્રોનના કેસો પણ વધ્યો છે, આ વચ્ચે શિસ્તબદ્ધ પક્ષએ વધુ એક વખત કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડાડ્યા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોના ટોળા ઉમટ્યા હતા. કોવિડની ગાઈડ લાઇનના લીરે લીરા ઉડ્યા.આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.

  વેરાવળમાં મેરેથોન દોડ દ્વારા મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નાગરિકો એકઠા કરાયા. જેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે લોકોના મનમાં ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓએ નિયમોનું ઉલ્લંઘ કરે છે. જેને લઇ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. આ સાથે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં રહેતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

વેરાવળમાં 'મોતની મેરેથોન' : ભાજપ સાંસદ દ્વારા મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નાગરિકો એકઠા કરાયા