Sports

મેચ પુરી થાય તે પહેલા જ હાર માની લીધી - લખનૌની હાર બાદ ગૌતમે ડ્રેસિંગ રૂમમાં ટીમ સાથે કરી ચર્ચા 

મેચ પુરી થાય તે પહેલા જ હાર માની લીધી - લખનૌની હાર બાદ ગૌતમે ડ્રેસિંગ રૂમમાં ટીમ સાથે કરી ચર્ચા 

- લખનૌ સુપર જાયન્ટ્સને ગુજરાત ટાઇટન્સ સામે 62 રને હારનો સામનો કરવો પડ્યો 
- ટીમની શરમજનક હાર બાદ મેન્ટર ગૌતમ ગંભીર ખેલાડીઓના પ્રદર્શનથી નારાજ 

નવી દિલ્લી,બુધવાર 

    ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં લખનૌની ટીમ 13.5 ઓવરમાં 82 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટીમની શરમજનક હાર બાદ મેન્ટર ગૌતમ ગંભીર ખેલાડીઓના પ્રદર્શનથી નારાજ હતો. મેચ બાદ તેણે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. મેચમાં ગુજરાત સામે ઘૂંટણિયે પડી જવાથી તે નારાજ હતો.

    IPLની 15મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સને મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે 62 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગૌતમ ગંભીરે કહ્યું, 'આજનું પ્રદર્શન જોઈને એવું લાગી રહ્યું હતું કે અમે લડ્યા પણ નથી. મેચ પૂરી થાય તે પહેલા જ અમે અમારી હાર સ્વીકારી લીધી હતી. મેચમાં જીત અને હાર હોય છે, પરંતુ હાર સ્વીકારવી ખોટી છે. સ્પોર્ટ્સ અને આઈપીએલમાં નબળા માટે કોઈ સ્થાન નથી. અમે આ ટુર્નામેન્ટમાં સારું રમ્યા છીએ અને સારી ટીમોને હરાવી છે. પરંતુ આજે ટીમમાં જીતવાની ભાવનાનો અભાવ હતો. ગુજરાતે સારી બોલિંગ કરી અને અમને પણ તેની અપેક્ષા છે, પરંતુ તમે આંતરરાષ્ટ્રીય બોલરો સામે રમી રહ્યા છો અને અમે ઈચ્છીએ છીએ કે ટીમો અમને પડકારો આપે. અમે પડકારોનો સામનો કરવા માંગીએ છીએ અને તેથી જ અમે પ્રેક્ટિસ કરીએ છીએ. ગુજરાત પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. લખનૌ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. લખનઉએ 12માંથી 8 મેચ જીતી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

મેચ પુરી થાય તે પહેલા જ હાર માની લીધી - લખનૌની હાર બાદ ગૌતમે ડ્રેસિંગ રૂમમાં ટીમ સાથે કરી ચર્ચા