
- વડોદરાના પાદરામાં યુવકને આવ્યો હાર્ટ એટેક
- સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો
વડોદરા, રવિવાર
રાજ્યમાં કોરોના બાદ નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતના કિસ્સામાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગૂમાવ્યો છે. વડોદરાના પાદરામાં યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. હાર્ટએટેકની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવક સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો હતો. બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો.
પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટનાસ્થળે ઢળી પડ્યા હતા. પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી ગયા હતા. જ્યા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે. યુવક બળિયાદેવ મંદિર વિસ્તારમાં રહે છે. પંરતું સેન્ડવીચની દુકાનમાં માત્ર દોઢ મિનિટમાં દીપકનો 'દિપક' બુઝાયો હતો. સાત દિવસ પહેલા સુરેન્દ્રનગર વિસ્તારમાંથી વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી હતી. સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું હતું. પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કર્યો હતો. આ પહેલીવાર નથી, જ્યારે રાજ્યનાં 20થી 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. તેવા અનેક કેસ છે. આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
