Gujarat

સરકાર ખાતરના ભાવોમાં અંકુશ લાવે અથવા ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી ખેડૂત અગ્રણી દર્શન નાયકની માંગ

સરકાર ખાતરના ભાવોમાં અંકુશ લાવે અથવા ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી ખેડૂત અગ્રણી દર્શન નાયકની માંગ

- ખાતરનો ભાવ વધારો ઝીંકવાને બદલે પરત ખેંચવાની માંગ કરતા દર્શન નાયક

- મોંઘવારી વચ્ચે ખાતર ના ભાવો વધતાં ખેડૂતોનેં સરવાળે ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે 

- રાસાયણિક ખાતરન ભાવ વધારાથી ખેડૂતોનું બજેટ ખોરવાયું

ગાંધીનગર, સોમવાર

    ખાતરના ભાવ વધારાથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જેથી સરકાર ખાતરના ભાવોમાં અંકુશ લાવે અથવા ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. ખાતરના ભાવ નહીં વધે કહી કહીને ખેડૂતોને ભાવ વધારાનું ધીમું ઝેર અપાય રહ્યું છે. 

    પ્રાપ્ત થતી માહિતી અનુસાર સરકાર ખાતરના ભાવોમાં અંકુશ લાવે અથવા ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા માંગ કરાઈ છે. આ અંગે રાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે તો સાથે સાથે ખાતરના ભાવોમાં પણ છેલ્લા કેટલાક સમયમાં 40 ટકાથી લઈને 100 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતાં સરવાળે ઉત્પાદન કરવું પડી રહ્યું છે જ્યારે ખેડૂતોની જણસો માં ક્યારેક પૂરતા તો ક્યારેક અપૂરતા ભાવો મળતા ખેડૂતોને નફો અને નુકશાન બંને વેઠવું પડે છે. જેથી ખેડૂતો ખાતરના ભાવો કાબૂમાં લેવા અને ખેત ઉત્પાદન નાલઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની જરૂર છે. રાસાયણિક ખાતરના ભાવ વધતા ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. ખાતરના ભાવમાં દર મહિને ભાવ વધારો કરી ખેડૂતોને આપવામાં આવતું સ્લો પોઈઝન બંધ કરવા સરકાર ઉપર આકરા પ્રહારો કરતા ખેડૂતો વતી સહકારી આગેવાન અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી છે.

    વધુ વિગતો મુજબ ખેડૂત અગ્રણી અને સહકારી આગેવાન દર્શન નાયક ના દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.અને માંગ કરવામાં આવી છે કે દેશની વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવું આપણી સામે એક ગંભીર પડકાર છે અનાજની જરૂરિયાત ૨૬.૪૦ કરોડ ટન છે આટલું અનાજ ઉત્પાદન કરવા માટે અંદાજિત 2.6 થી 2.7 કરોડ ટન જૈવિક ખાતરની જરૂર પડે છે બીજી તરફ તેની કિંમતમાં પણ સતત વધારો થતું રહે છે રાસાયણિક ખાતરના ભાવ વધતા ખેડૂતોનું બજેટ ખોરવાયુ છે રાસાયણીક ખાતર અને દવાના ભાવ વધારા સામે ખેડૂત લાચાર છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા નુકસાની વેઠી રહ્યા છે અને સતત ખાતરોના વધતા જતા ભાવ વધારાને કારણે ખેડૂતોની પડ્યા પર પાટું સમાન સ્થિતિ થઈ છે એક અંદાજ મુજબ ખેડૂતોને પણ કુલ ખેતીના 6 થી 16 ટકા ખર્ચ ખાતરો પાછળ થતો રહે છે આ ઉપરાંત વધતી જતી મોંઘવારીમાં ડીઝલ, પેટ્રોલ, મજૂરી ખર્ચ, જંતુનાશક દવાઓનો ખર્ચ, યાત્રિક સાધનનો ખર્ચ અને ખેડ માટેનો ખર્ચ તેમજ વીજળીના દરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે પાકમાં રોગ અને જીવાત તેની ક્ષમ્ય માત્રામાં વધારો થતાં નિયંત્રણ માટે દવાઓના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે. તેઓના વધુમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત અનાજના ઉત્પાદન માટે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન અપાય તો ઉત્પાદન ઉપર વિપરીત અસર થાય છે. 

    રાસાયણિક ખાતરોના વધતા જતા ભાવો ઉત્પાદન ખર્ચમાં વધારાથી ખેડૂત પાસે સરવાળે કંઈ બચતું નથી અગાઉના પાંચ વર્ષ પહેલા પાક ઉત્પાદન નો ભાવ અને હાલના ખેતપેદાશ કરતા ઓછો છે. બીજી તરફ અગાઉના પાંચ વર્ષ કરતા રાસાયણિક ખાતર નો ભાવ બમણો થયો છે. સરકાર ખાતરના ભાવોમાં અંકુશ લાવે અથવા તો ખાતરના ભાવમાં ઘટાડો કરવાની ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કહેવાતા મંત્રીઓ કે જેવો ખેડુત છે અથવા તો સહકારી આગેવાન છે ત્યારે સરકાર દ્વારા 2022 ના વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવામાં ની છડેચોક જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોની જો છેલ્લા પાંચ વર્ષમાં ખેતીની આવક ખેતી કરતા બમણી થઈ હોય તો આ હકીકત તેઓ ખેડૂતો સામે પૂરાવા જાહેર કરે, એક તરફ સરકાર ખેડૂતોને લાભ થાય તે માટે સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો છે અને ખેડૂતોને ખાતર જૂના ભાવે જ મળશેની વાત કરી રહી છે પરંતુ વાસ્તવમાં કોઈ સુધાર આવવાની શક્યતાઓ ધૂંધળી જણાઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દર મહિને રાસાયણિક ખાતરમાં કરવામાં આવતો ભાવ વધારાથી ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. સરકાર ભાવનો કરી રહેલો ભાવ વધારાનું ખેડૂતોને સ્લો પોઈઝન આપવાનું બંધ કરે. ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે. તેમજ બેગમાં આપવામાં આવતા ખાતરના વજનમાં ઘટાડો કરવાનું સરકાર બંધ કરેની સહકારી અગ્રણી અને ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે.

સરકાર ખાતરના ભાવોમાં અંકુશ લાવે અથવા ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી ખેડૂત અગ્રણી દર્શન નાયકની માંગ