- બાળકીને ગડદાપાટુનો માર મારતાં હેમરેજ થયું
- પોલીસે ફરિયાદના આધારે ચાર જણા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
સમી, ગુરુવાર
આજકાલ મારમારીના બનાવો વધી રહ્યા છે. તેવામાં નિર્દોષ લોકો પણ ભોગ બની રહ્યા છે. ત્યારે સમીમાં બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડામાં 11 વર્ષની બાળકીને એક મહિલાએ ગડદાપાટુનો માર મારતાં તથા અન્ય એક વ્યક્તિએ પાઈપથી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.