District

ખેડબ્રહ્મામાં પ્રથમ નોરતે 8 થી 10 હજાર ભક્તોએ માં અંબાના દર્શન કર્યા 

ખેડબ્રહ્મામાં પ્રથમ નોરતે 8 થી 10 હજાર ભક્તોએ માં અંબાના દર્શન કર્યા 

- ખેડબ્રહ્મા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરને લાઇટ અને ફૂલથી શણગારાયું
- ચાર મંદિરોમાં કુલ 4.26 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા 

ખેડબ્રહ્મા, સોમવાર 

  આજે નવલી નવરાત્રિનું બીજું નોરતું છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગની રહ્યાં છે.  નવરાત્રીના પાવન દિવસોમાં ગુજરાતમાંથી હજારો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ભક્તો નવરાત્રી દરમિયાન અંબાજી જઈને જગત જનની માતા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં 2.16 લાખ, બહુચરાજીમાં 1 લાખ અને ઊંઝા ઉમિયા માતાજીના 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. આ સાથે જ ખેડબ્રહ્મામાં પ્રથમ નોરતે 8 થી 10 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. ચાર મંદિરોમાં કુલ 4.26 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.

  શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આજે 16 ઓક્ટોબરે નવરાત્રીનું બીજું નોરતું છે. આદ્યશક્તિની ઉપાસના કરવાના આ નવ દિવસ છે. નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરે છે. નવરાત્રીના આ માહોલમાં શક્તિપીઠ એવા અંબાજી મંદિરના દર્શન કરાવીશું. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે નવરાત્રી નિમિત્તે ઘટસ્થાપન કરાયું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરને લાઇટ અને ફૂલથી શણગારાયું હતું. મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ ડી સોલંકી અને પૂજારી દશરથભાઈ દ્વારા ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ઘટસ્થાપન કરાયું હતું. ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજી તેમ જ ખેડબ્રહ્મામાં નવરાત્રીનો અલગ જ માહોલ જોવા મળે છે. માતાજીને ગાયના દૂધનો અભિષેક કરાયો હતો. નવરાત્રીમાં એકમથી નોમ સુધી મંદિરમાં સવારે આરતી 6.30 અને સાંજની આરતી 7 વાગે કરાશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ખેડબ્રહ્મામાં પ્રથમ નોરતે 8 થી 10 હજાર ભક્તોએ માં અંબાના દર્શન કર્યા