District

ડિઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ : શંખેશ્વર-સમી હાઇવે પર હોટલનાં પાર્કિંગમાં ટેન્કરોમાંથી ડિઝલની ચોરી કરનાર બે ઝબ્બે

ડિઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ : શંખેશ્વર-સમી હાઇવે પર હોટલનાં પાર્કિંગમાં ટેન્કરોમાંથી ડિઝલની ચોરી કરનાર બે ઝબ્બે

- હોટલનાં સંચાલક દ્વારા ટેન્કરોમાંથી ડીઝલ કાઢીને જુદા જુદા ગ્રાહકોને ડિઝલ વેચવામાં આવતું 
- 50 લીટર ડિઝલથી ભરેલા બે કેરબા કિ.રૂ।.4500નો જપ્ત કર્યા 

શંખેશ્વર, બુધવાર 

  પાટણમાં ડિઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. શંખેશ્વરથી સમી તરફ જતાં રોડ ઉપર એક હોટલનાં સંચાલક દ્વારા ટેન્કરોમાંથી ડીઝલ કાઢીને જુદા જુદા ગ્રાહકોને ડિઝલ વેચવામાં આવતું હતું. જે મામલે એસઓજી ટીમે બે ઈસમોને ઝડપી લઈ તેમની સામે ગુન્હો નોંધી 50 લીટર ડિઝલથી ભરેલા બે કેરબા કિ.રૂ।.4500નો જપ્ત કર્યા છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર પાટણ એસઓજી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, શંખેશ્વરથી સમી તરફ જતા હાઈવે ઉપર આવેલી 'જય કેશરિયા' હોટલનાં સંચાલક ટેન્કરોનાં - ડ્રાયવર સાથે સંપર્ક કરીને હોટલનાં પાર્કિંગમાં ટેન્કરોમાંથી ડિઝલ કાઢી તેનું ગ્રાહકો સાથે વેચાણ કરે છે. જે બાદ બાતમી આધારે SOG ટીમે હોટલના પાર્કિંગમાં રેડ કરતાં ખુલ્લા પાર્કિંગમાં એક સફેદ કલરનું ટેન્કર પડેલું હતું, તેની સાઇડમાં આવેલા વાલ્વમાં એક પ્લાસ્ટિકની પાઈપ લગાડી પ્લાસ્ટિકનાં કેરબામાં બે શખ્સો ડિઝલ કાઢતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ઇસમોના નામ પૂછતાં બાબુજી પોતે ટેન્કરનાં ચાલક હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ કેશરિયા હોટલનાં સંચાલક દિલીપસિંહ (રહે. શંખેશ્વર)નો હોવાનું જણાવ્યું હતું. SOG ટીમે ટેન્કરમાંથી કાઢવામાં આવેલા 26-25 લીટર મળી કુલે 50 લીટર ડિઝલથી ભરેલા બે કેરબા કિ.રૂ।.4500નો જપ્ત કર્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું હતું કે ટેન્કરનાં વાલ્વ બોક્ષની ડૂપ્લીકેટ ચાવી બનાવી તેનાથી વાલ્વ બોક્ષ ખોલી ડીઝલ ચોરી કરવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે બે સામે ગુન્હો નોંધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ડિઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ : શંખેશ્વર-સમી હાઇવે પર હોટલનાં પાર્કિંગમાં ટેન્કરોમાંથી ડિઝલની ચોરી કરનાર બે ઝબ્બે