- છેલ્લા ૨૫ વર્ષથી વિવિધ યાત્રાઓ કરી રહ્યા છે
- નવ દિવસ કચ્છમાં રહીને સેવા કરશે
ડીસા, સોમવાર
શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શું જરૂર... સાચી ભક્તિ તમને આંતરિક શક્તિ આપે છે તેમાં કોઈ બેમત નથી અને આ જ વાતને દિશાના એક વડીલ પુરવાર કરી રહ્યા છે. 70 વર્ષની ઉંમર અને 450 કિલોમીટરનું અંતર, મનમાં આશાપુરા માતાના દર્શનની તાલાવેલી, મુખે માડીનું નામ અને હૈયે માં ની ભક્તિ સાથે જુના ડીસાથી માના એક ભક્ત આશાપુરા જવા રવાના થયા છે.