- લીઝમાં દંડ ન કરાવવા બદલ ₹1,000 ની લાંચ માંગી હતી
- 4000 રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી
કાંકરેજ, ગુરૂવાર
બનાસકાંઠાના કાંકરેજ શિહોરી મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઇસમને એસીબીએ ₹1,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપીએ રેતીની લીઝમાં દંડ ન કરાવવા બદલ લાંચની રકમ માંગી હોવાનું કહેવાય છે. જોકે, આમાં કોઈ અધિકારી કે અન્ય કર્મચારીની સંડોવણી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.