- લેબમાં 20 કોમ્પયુટર સેટ કાયૅરત બનાવવામાં આવ્યાં
- કોમ્પ્યુટર લેબના પ્રારંભ પ્રસંગે ચાણસ્માના ધારાસભ્ય અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
પાટણ, સોમવાર
જૈનોની તિર્થ નગરી શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે દાતાઑ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર ઓલ ટાઈમ એજ્યુકેશન એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબને ખુલ્લી મૂકવામાં આવી છે. ધો.1 થી ધો. 8 સુધીના અભ્યાસક્રમને લગતાં 1200 થી શિક્ષણ જ્ઞાનના ભંડારને અપડેટ કરવામાં આવ્યો છે જે અભ્યાસ ક્રમ બાળકો આંગળીના ટેરવે અને હેડફોનના માધ્યમથી અભ્યાસ કરી શકશે. કોમ્પ્યુટર લેબના પ્રારંભ પ્રસંગે ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત જૈન શ્રેષ્ઠીગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.