- ભેંસાણમાં ગૌશાળામાં શ્રદ્ધા સુમન નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો
- સ્થાનિક અગ્રણીઓ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
દિયોદર, સોમવાર
ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થાય તે હવે જાણે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં દેવાયત ખાવડ પર રુપિયાનો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. રુપિયા 200 અને રુપિયા 500 ની નોટોને સ્ટીલના વાસણોમાં ભરી ભરીને ખાવડ પર વરસાવવામા આવી હતી.