- પગાર ન મળતા 53 પ્રવાસી શિક્ષકોએ કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી
- યુવા પ્રવાસી શિક્ષકોએ જણાવ્યું સ્કૂલ વાળા ગ્રાન્ટ નથી આવી એવો જવાબ આપે છે
પાલનપુર, મંગળવાર
બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાંથી આવેલા પ્રવાસી શિક્ષકોએ પગાર મળશે એ લાલચે બાળકોને વગર પગારે નિયમિત ભણાવ્યા છતાં પાછલા 13 મહિનાથી પગાર ન મળતા 53 પ્રવાસી શિક્ષકોએ કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સોમવારે જિલ્લા કલેક્ટરને મળવા આવેલા યુવા પ્રવાસી શિક્ષકોએ જણાવ્યું કે સ્કૂલ વાળા ગ્રાન્ટ નથી આવી એવો જવાબ આપે છે, પાછલા 13 મહિનાથી નિયમિત ભણાવીએ છીએ છતાં પગાર નથી મળ્યો.