District

ગુજરાતના એક ગામમાં પાણી બચાવવા દરેક ઘરમાં લગાવાયા મીટર 

ગુજરાતના એક ગામમાં પાણી બચાવવા દરેક ઘરમાં લગાવાયા મીટર 

- બનાસકાંઠાનું ઢેલાણા ગામ સૌપ્રથમ વાર પાણીના મીટરોથી સજ્જ થયું
- ગામમાં પાણીનો વેડફાટ થતો અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દરેક ઘરે પાણીનાં મીટર નાંખવામાં આવ્યા

બનાસકાંઠા, બુધવાર 

  આમતો દરેક શહેર અને ગામડાંના લોકો પોતાના વિસ્તારમાં સ્વચ્છતા ઇચ્છતા હોય છે. પરંતુ આમ છતાં પાણીનો વેડફાટ પાણીનો બગાડ તો કરે જ છે પરંતુ સાથે સાથે ગંદકી પણ ફેલાતી હોય છે. બનાસકાંઠાના એક ગામમાં વીજ મીટર અને ગેસ મીટર તો ખરા જ પરંતુ સાથે સાથે વોટર મીટર પણ લાગ્યા છે. આ ગામમાં દરેક ઘરે વોટર મીટર લાગી ગયા છે અને હવે જે ગ્રામજન જેટલું પાણી વાપરે તેની સામે તેને તેટલું વોટર બીલ ભરવું પડે છે. ત્યારે કેમ આ ગામે આવો નુસખો અપનાવ્યો અને ગામને આ નુસખો અપનાવાથી શું ફાયદો થશે અને ગામના સરપંચને આવો ક્યાંથી આવ્યો વિચાર. જાણો... 

  ગુજરાત ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. જેને કારણે રાજ્યના અનેક મેટ્રો શહેર પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. શહેરોમાં 24 કલાક વીજળી, પાણી અને LPGની સુવિધા પ્રશાસન તરફથી આપવામાં આવે છે. ત્યારે નોર્મલી આપણે શહેરોમાં વીજળીના મીટર, LPGના મીટર અને પાણીના મીટર જોયા હશે, પરંતુ જો આવી વ્યવસ્થા ગામોમાં પણ જોવા મળે તો નવાઈ લાગે. પરંતુ હવે બનાસકાંઠાના પાલનપુરના ઢેલાણા ગામમાં આવેલા તમામ ઘરો પાણીના મીટરથી સજ્જ થયા છે.  ઢેલાણા ગામમાં મોટાભાગના ઘરોમાં પાણી પહોંચતું ન હતુ. ત્યારે ગ્રામ પંચાયત અને વાસ્મો દ્વારા સંકલન કરીને ગામમાં તમામ ઘરોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. તેથી તમામ ઘરો સુધી પાણી પહોંચતુ થયું છે અને લાઈટનો વપરાશ પણ અટક્યો છે.

   ગુજરાતના બનાસકાંઠામાં આવેલા એક ગામ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ગામમાં આવેલા સમગ્ર મકાનોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેને કારણે હવે વેડફાતું પાણી બંધ થયું છે. એક સમય પહેલા ગામોમાં લોકો વીજળીનો વેડફાટ કરતા હતા પંરતુ વીજળીના મીટર લાગ્યા બાદ તેઓ વીજળીનો વેડફાટ અટક્યો હતો. ઠીક તેવી રીતેજ આજે સમગ્ર ગામમાં આવેલા 410 ઘરોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેને કારણે લોકોએ પાણીનું વેડાફટ બંધ કર્યું છે.. ઢેલાણા ગામના સરપંચ નીતાબેન અને પાણી સમિતિ દ્વારા સર્વે કરી ઢેલાણા ગામમાં આવેલા દરેક ઘર સુધી ફુલ ફોર્સ સાથે પાણી પહોંચે તે હેતુથી મોટી પાઈપ લાઈનો નાખવામાં આવી છે. જેમાં 1 હજાર લીટર પાણીના વપરાશ માટે ટોકન રૂપિયા એક ચાર્જ નક્કી કરાયો છે.  છેલ્લા દસ દિવસથી નવી મીટર પદ્ધતિથી રહીશોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

  મહત્વની વાત છે કે તંત્ર અને સરકાર વર્ષોથી જળ બચાવાવાના અભિયાન માટે અનેક કાર્યક્રમો કરી પાણીનો વેડફાટ અટકાવવાની મસ્ત મોટી વાતો તો કરે છે પરંતુ આ વાતો માત્ર વાતો ન બની રહે તેને લઈ ઢેલાણા ગામના લોકોએ આ અનોખું અભિયાન ઉપાડ્યું છે. 1600થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 400 ઉપરાંત ઘરો આવેલા છે અને તમામ ઘરોમાં ગામના સ્થાનિક ગ્રામપંચાયત તંત્ર દ્વારા વોટર મીટર લગાવી દેવામાં આવ્યા છે જેથી હવે ગામમાં જે વ્યક્તિ જેટલા પાણીનો વપરાશ કરશે તેટલું તેને આર્થિક ટેક્સ ભરપાઈ કરવો પડશે.જેને લઇ હવે ગામમાં પાણીનો થતો વેડફાટ અટક્યો છે અને લોકો પાણીનું મૂલ્ય સમજતા થયા છે..તો પહેલા ગામમાં 6 કલાક પાણી આપવામાં આવતું હતું છતાંય પાણી પૂરતું પડતું ન હતું પરંતુ જ્યારથી વોટર મિટર લગાવ્યા છે ત્યારથી ફક્ત દિવસમાં 2 કલાક પાણી અપાય છે તોય પાણી પૂરતું પહોંચી અને મળી રહ્યું છે

  બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત ઢેલાણા ગામે પાણી બચાવવા માટેનો આ અનોખો પ્રયાસ છે. જેમાં ગ્રામજનોને સફળતા મળી છે. પાણીના મીટર લાગ્યા બાદ ગ્રામજનો સમજદારી પૂર્વક પાણીનો વપરાશ કરી રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાસન તરફથી 24 લાખની ગ્રાન્ટ અને 10% ગામ ફાળો ઉઘરાવી કુલ 26 લાખના ખર્ચે નવીન પાણીની પાઇપલાઇન અને મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં હવે માત્ર બે કલાકમાં જ મકાનના બીજા માળે ફૂલ ફોર્સની સાથે પાણી પહોંચી જાય છે. પાણીના મીટર લાગવાથી હાલ સમગ્ર ગામમાં ખુશીની લહેર છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગુજરાતના એક ગામમાં પાણી બચાવવા દરેક ઘરમાં લગાવાયા મીટર