- થોડા દિવસ પહેલા પણ પી.એસ.આઈ તેમજ પી.આઈની બદલીનો હુકમ જાહેર કર્યો હતો
- એસ.ઓ.જી. પી.એસ.આઇ.ને રાધનપુર ખાતે બદલી કરાઇ
પાટણ, બુધવાર
પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના પી.એસ.આઈ તેમજ પી.આઈ આતંરિક બદલી કરવામાં આવી છે. આ બદલીના પગલે પાટણ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ તેમજ પી.આઈની બદલીનો હુકમ જાહેર કર્યો હતો. ત્યારે ફરી એક વાર બદલીના આદેશ છૂટયા છે.