- તકલાદી રોડ રસ્તા બનાવનાર પાંચ એજન્સીઓને નોટિસો આપ્યા બાદ પણ સમારકામ ન કર્યું
- લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ રસ્તા ધોવાતા કામોમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો
પાલનપુર, મંગળવાર
પાલનપુરમા શહેરમા ચાલુ વર્ષે વિવિધ વિસ્તારોમા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ રસ્તા ધોવાઈ ગયા હોવાથી તેથી સામે નગરપાલિકાએ કાર્યવાહી કરી છે. તકલાદી રોડ રસ્તા બનાવનાર પાંચ એજન્સીઓને વારંવાર સમારકામ કરવા નોટિસો આપ્યા બાદ પણ તૂટેલા રોડ રસ્તાનું સમારકામ ન કરતા હવે પાલિકા દ્વારા આ એજન્સીઓની જમાં ડિપોઝિટમાંથી રસ્તાઓ રિપેર કરવાની કામગીરી હાથ ધરશે.