District

પાટણની HNGUના કન્વેન્શન હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ : 285 થી વધું વ્યક્તિઓને મળશે રોજગારી

પાટણની HNGUના કન્વેન્શન હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ : 285 થી વધું વ્યક્તિઓને મળશે રોજગારી

- પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા 
- મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું 

પાટણ, રવિવાર 

  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ખાસ ઉપસ્થિતિ રહી હતી. વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પાટણ સમીટમાં એક્ઝિબીશન માટે 25 જેટલાં સ્ટોલ મુકાયા હતા. જેમાં MSME, ગાર્મેટ, હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ, ટેરાકોટા, પેચ વર્ક, પટોળા, દેવડા, ઓર્ગેનિટ ફુડ, મિલેટ્સ ફુડ, પી.એમ.વિશ્વકર્મા રજીસ્ટ્રેશન વગેરે સ્ટોલ્સનો સમાવેશ થાય છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  વાયબ્રન્ટ ગુજરાત-2024ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-2022, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-2019, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા જેના કારણે 285 થી વધું વ્યક્તિઓને રોજગારી મળશે.

  સમિટમાં વાજપાઈ બેન્કેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, પોલિમર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોનસહાયના ચેકો મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું હતું. લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલને બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પણ આ પહેલને બિરદાવતા સંબોધન કર્યું હતુ. તેઓએ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિકાસ કરવામાં લોકોએ કઈ રીતે સહભાગી બની શકાય તે વિષય પર વાતચીત કરી હતી। આજની ઈવેન્ટમાં અણહિલ પેરેન્ટરલ્સ લિ.મિ. પાટણ, ગાયત્રી પેકેજીંગ રાધનપુર, જય જગન્નાથ સોલ્ટ ઈન્ડસટ્રીઝ પ્રા.લિ.સાંતલપુર, વૈષ્ણોદેવી એગ્રો રીસોર્સીસ પ્રા.લિરાધનપુર, ALICID PRIVATE LIMITED ચાણસ્મા, સેફ્રોન પેટ એન્ડડ પ્લાસ્ટીક પ્રોડક્ડ સિદ્ધપુર, સ્પ્રેક્ટમ મેડટેક, વગેરે જેવા કુલ 100 કરોડના MOU સાઈન કરવામાં આવ્યા છે. જેના થકી 285 થી વધુ વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો