District

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ : મોહીની કેટરર્સે કર્યો સૌથી મોટો ધડાકો

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ : મોહીની કેટરર્સે કર્યો સૌથી મોટો ધડાકો

- આ વિવાદને લઈને મોહીની કેટરર્સે પ્રેસ કોન્ફરન્સ કરી
- મોહિની કેટર્સે કહ્યું કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે અમે નિર્દોષ છીએ

અંબાજી, ગુરુવાર 

  અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ નકલી ઘીમાં અમદાવાદના વેપારી જતીન શાહને જામીન મળ્યા બાદ અંબાજી પોલીસે મોહિની કેટરર્સના ચાર કર્મચારીઓની અટકાયત કરી હતી. જોકે હવે મોહિની કેટરર્સના ચારેય કર્મચારીઓને જામીન મળ્યા બાદ દાંતા ખાતે મોહિની કેટરર્સના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ ચાવડાએ પ્રેસ કૉન્ફ્રરન્સ યોજીને તેમની ઉપર લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અંબાજીમાં મોહનથાળ પ્રસાદને લઈને શરુ થયોલો વિવાદ હજુ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદને લઈને મોહીની કેટરર્સે પ્રેસ કોન્ફરન્સ કરી છે. મોહિની કેટરર્સે કહ્યું કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે અમે નિર્દોષ છીએ. અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે અમારી સાથે છેતરપીંડી કરી છે. નીલકંઠના જતીન શાહ સામે મોહિની કેટરર્સ દ્વારા અંબાજી પોલીસ મથકે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત મોહિની કેટરર્સ જતીન શાહ પર બદનક્ષીનો દાવો કરશે.તેમણે વધુમાં કહ્યું કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મંગાવેલું અમૂલનું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, એ મોહિની કેટરર્સને ખબર નહોતી. મોહિની કેટરર્સે સીલ બંધ પેક ઘીનો જથ્થો મંગાવ્યો હતો. 28 ઓગસ્ટે ફૂડ વિભાગની રૂટીન ચેકિંગની કામગીરી હતી અને જેમાં સાથ સહકાર આપ્યો હતો. ઘીની ડીલીવરી વિથ ઇન્સ્યોરન્સ હોય છે અને તેમાં 500 થી 1000 રૂપિયાનો ફરક પડતો હોય છે. 6 માસ અગાઉ જે વિવાદ થયો હતો એ ટેન્ડરની મુદ્દત પૂરી થવાથી થયો હતો.

  ખરીદેલ ઘી ના તમામ બિલ અને જીએસટી  બિલથી ખરીદેલું છે. સાબર ડેરી અને અમારી વચ્ચે કોઈ વ્યવહાર થયો નથી એટલે અમારી ઉપર ફરિયાદ કરી શકતા જ નથી. અમારે ઘીનો વ્યવહાર નીલકંઠ ટ્રેડર્સ સાથે થયો છે એટલે અમે એની ઉપર છેતરપિંડીની ફરિયાદ કરી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ અમારા કામ ચાલે છે ક્યારેય ફૂડ વિભાગની કાર્યવાહીમાં અમારું નામ નથી આવ્યું. ગુજરાતમાં અનેક જગ્યાએ અમારું કામ ચાલે છે કયારેય અમારા નમૂના ફેલ થયા નથી. અમે સતત પોલીસની સામે જ હતા અને પોલીસને અમે સહયોગ કર્યો છે અને હજુ પણ સહયોગ આપવા તૈયાર છીએ. જોકે પ્રસાદમાં ઘાલમેલ મામલે મોહિની કેટર્સના વકીલ દિપેને કહ્યું હતું કે સાબરડેરીએ મોહિની કેટરર્સ ઉપર જે ફરિયાદ નોંધાવી છે તે બીલકુલ ખોટી છે. અમારો તેમની સાથે કોઈ વ્યવહાર થયો નથી.

  તેમણે કહ્યું હતું કે અમે છેલ્લા 5 વર્ષથી અંબાજીમાં મોહનથાળ બનાવવાનું કામ કરીયે છીએ. અમે દર વખતે સારી ડેરીઓમાંથી ઘીના ડબ્બા મંગાવવીએ છીએ અને એ જ રીતે અમે નીલકંઠ ટ્રેંડર્સમાંથી ઘીના સિલપેક ડબ્બા મંગાવ્યા હતા. નીલકંઠ ટ્રેડરર્સે અમારી સાથે છેતરપીંડી કરી હોવાથી અમે તેની ઉપર કેસ કર્યો છે. અમારી પ્રતિષ્ઠાને નીલકંઠ ટ્રેડરર્સે ખરડી છે. તેથી અમે તેની ઉપર માનહાનીનો કેસ કરીશું. અમને સારી કામગીરી બદલ અંબાજીમાં મોહનથાળ બનાવવા બદલ મંદિરને IOSનું સર્ટી મળેલ છે. અમે સેવા માટે કામ કરી રહ્યા છીએ. અનેકવાર ફૂડ વિભાગે અમારા સેમ્પલ લીધા છે, પણ ક્યારેય અમારું સેમ્પલ ફેલ નથી ગયું. જે થયું તેમાં અમે નિર્દોષ છીએ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ : મોહીની કેટરર્સે કર્યો સૌથી મોટો ધડાકો