District

યુવાધનને નશાના રવાડે ચડયો : ડીસામાં નશીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે કાર્યવાહીની માગ

યુવાધનને નશાના રવાડે ચડયો : ડીસામાં નશીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે કાર્યવાહીની માગ

- શહેરમાં શાળા અને સ્પોર્ટ્સ સંકુલ પાસે નસીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે લોકોમાં રોષ 
- ડ્રગ્સ લેવા માટે વપરાતા પ્લાસ્ટિક રેપર અને ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો 

ડીસા, બુધવાર 

  યુવાધન નશાના આડા રવાડે ચડયું છે. રાત પડે અને શહેરના અમુક વિસ્તારોમાં માલેતુજાર પરિવારના નશેડી યુવાનો અડીંગા જમાવી નશો કરતાં હોય છે. પરિવારથી છાનાછૂપી અનેક યુવાનો નશાના રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં શાળા અને સ્પોર્ટ્સ સંકુલ પાસે નસીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.  રહીશોએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી અટકાવવાની માગ કરી છે.

  ડીસા શહેરમાં છેલ્લા ઘણા શાળાના વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સના ખેલાડીઓને નશાના રવાડે ચડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવી ઘટના સામે આવે છે. જેમાં શિવનગર હાઇસ્કુલ અને ટીસીડી ગ્રાઉન્ડની આજુબાજુમાં પણ સાંજ પડતાની સાથે જ આવારા તત્વો નશીલા પદાર્થોનું સેવન કરે છે. જેના કારણે આજુબાજુની સોસાયટીના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શિવનગર શાળાની બાજુમાં આવેલી સરગમ બંગ્લોઝ સોસાયટીના રહીશોએ ભેગા થઈ આવા અસામાજિક તત્વોને નસીયત કરવા માટે રજુઆત કરી છે. અસામાજિક તત્વોના ત્રાસમાંથી સોસાયટીના રહીશોને મુક્ત કરાવવા માટે સ્થાનિક રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ માગ કરી છે. સિગારેટ, ગુટખા, દારૂની બોટલની સાથે સાથે ખાસ કરીને ડ્રગ્સ લેવા માટે વપરાતા પ્લાસ્ટિક રેપર અને ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો છે. નશો કરતાં તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ સાંજ પછી મોડી રાત સુધીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારી આવી જગ્યાઓ પર સતત નજર રાખે તે જરૂરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

યુવાધનને નશાના રવાડે ચડયો : ડીસામાં નશીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે કાર્યવાહીની માગ