- ઈસમે જુગાર રમવા પર કમિશન મળતું હોવાની કબૂલાત આપી
- રોકડ, મોબાઈલ સહિત ૩૧,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો
બાયડ, શુક્રવાર
જુગારની બદીને ડામવા માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે મોડાસા LCBને સફળતા હાથ લાગી છે. બાતમી આધારે પોલીસે બાયડ જુના બસ સ્ટેન્ડ નજીક તબેલામાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર રેડ કરી ચાર ઇસમોને દબોચી લીધા હતા. પૂછપરછમાં અન્ય ઈસમ જુગાર રમવા પર કમિશન આપતો હોવાની કબૂલાત ઝડપાયેલ ઇસમે આપી હતી. આ અંગે રોકડ, મોબાઈલ સહિત ૩૧,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.