- નવનિયુક્ત SP શૈફાલી બારવાલ અને તેમની ટીમે પડકારજનક લૂંટના ગુન્હાને ભારે જહેમત બાદ ઉકેલી નાખી ત્રણ રાજસ્થાનીને જેલ હવાલે કર્યા
- ધારાસભ્ય અને તેમની પત્નીનો ભરોષો રાજસ્થાની રસોઇયાએ તોડ્યો, તિજોરીમાંથી 50 હજાર ચોરી કરી તેના સાથીદારો સાથે મળી 16.30 લાખની લૂંટને અંજામ આપ્યો
- લૂંટ કરતા પહેલા આરોપીઓએ રેકી કરી પરત ફરી વોન્ટેડ લાલા ડામોરના ઘરે પાર્ટી કરી રાત્રીના બે વાગ્યાના સુમારે ત્રાટક્યા
ભિલોડા, રવિવાર
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક આવેલા વાંકાટીંબા ગામમાં ઘરે થોડા દિવસ અગાઉ રાત્રીના સુમારે ત્રાટકી તેમના પત્નીને બંધક બનાવી બે બુકાનીધારી લૂંટારુઓએ ઘરની તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ધારાસભ્યની પત્નીને તુમકો નુકસાન નહીં કિયા ઔર કમા લેના કહીં રફુચક્કર થઇ જતા ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા SP શૈફાલી બારવાલ સહીત જીલ્લા પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ, એફએસલની ટીમ ઉતરી પડી હતી શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધાયા બાદ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપી હતી જેમાં સાબરકાંઠા પોલીસ પણ જોતરાઈ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર