District

જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા કદી ભુખે મરતા નથી : ભિલોડાના ખલવાડના નિવૃત્ત બેંક મેનેજર સાથે ૪ ઈસમોએ છેતરપિંડી આચારી

જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા કદી ભુખે મરતા નથી : ભિલોડાના ખલવાડના નિવૃત્ત બેંક મેનેજર સાથે ૪ ઈસમોએ છેતરપિંડી આચારી

- રૂપિયા. ૧૨.૫૫ લાખ ની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી 

ભિલોડા, શનિવાર 

  જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ક્યારે પણ ભુખે મરતા નથી ? ગુજરાતી કહેવત અનુસાર કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખલવાડ ગામના રહેવાસી અને બેંક ઓફ બરોડા, શામળાજી ના નિવૃત્ત બેંક મેનેજર સાથે શેર બજારમાં ટ્રેડિંગ સંદર્ભે કોઈ હિન્દી ભાષામાં વાતચીત કરતા અજાણ્યા ૪ ઈસમોએ લોભામણી લાલચો આપી પ્રોત્સાહિત કર્યા હતા.તેઓના બેંક ના ખાતા માંથી રૂ. 12.55 લાખની છેતરપિંડી આચરતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ૪ ઈસમો વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ. ના જણાવ્યા મુજબ ખલવાડ ગામ રહેવાસી. બેંક ઓફ બરોડા, શામળાજી ના નિવૃત્ત મેનેજર ને હિન્દી ભાષામાં વાતચીત કરતા ઈસમોએ નિવૃત્ત મેનેજર ને વારંવાર કોલ કરી શેર બજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરીને લોભામણી અવનવી લાલચો આપી વિશ્વાસ સંપાદન કરીને શેર બજારમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેમ જણાવી ઠગ ટોળકીના ગઠીયાઓ ના એચ.ડી.એફ.સી બેંક એકાઉન્ટ નંબર. ૫૦૨૦૦૦૪૧૯૦૨૯૭૩ માં પેમેન્ટ જમા કરાવી છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે. ભિલોડાના ખલવાડ ગામના બેંક ઓફ બરોડા ના નિવૃત્ત બેંક મેનેજરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંદર્ભે ધ્વાર ખખડાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.સિધ્ધાર્થ,સાગર જૈન,વિશાલ શાહ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નિવૃત્ત બેંક મેનેજર સાથે અજાણ્યા ઈસમોએ વિશ્વાસ સંપાદન કરીને લોભામણી લાલચોમાં ભોળવી ગઠીયાઓએ અલગ - અલગ સમયે અલગ - અલગ મની ટ્રાન્જેકશન ધ્વારા રૂપિયા. ૧૨.૫૫ લાખ ની ઠગાઈ, વિશ્વાસઘાત કરીને છેતરપિડી આચરવામાં એકબીજાની મદદ કરીને ગુનો આચર્યો છે.છેતરપિંડીના બનાવ સંદર્ભે ડી.એમ.રાવલ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર, ભિલોડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા કદી ભુખે મરતા નથી : ભિલોડાના ખલવાડના નિવૃત્ત બેંક મેનેજર સાથે ૪ ઈસમોએ છેતરપિંડી આચારી