District

ભિલોડાના પાદરા ગામના સીમમાં મોટર સાઇકલ પર થતી વિદેશી દારૂની હેરાફેરી અટકી 
 

ભિલોડાના પાદરા ગામના સીમમાં મોટર સાઇકલ પર થતી વિદેશી દારૂની હેરાફેરી અટકી 
 

- 10 હજારની કિંમતનો વિદેશી દારૂ પકડાયો 
- ૨૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી

ભિલોડા,શુક્રવાર 

    દારૂની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. પેટ્રોલિંગ તેમ જ દરોડા પાડી દારૂના જથ્થાને ઝડપી લેવામાં આવતો હોય છે ત્યારે ભિલોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટર સાઇકલ પર થતી હેરાફેરી અટકાવી છે. ભીલોડાના પાદરા ગામની સીમમાંથી પસાર થતાં મોટર સાઇકલ પરથી 10 હજારની કિંમતનો વિદેશી દારૂ પકડી એક ઇસમની અટકાયત કરી બે સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

Embed Instagram Post Code Generator

    મળતી વિગત અનુસાર ભિલોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન   પાદરા ગામની સીમમાં આવેલ રોડ ઉપર જતા સામેથી એક શંકાસ્પંદ મોટર સાયકલ આવતી જણાતા પોલીસે તેને અટકાવવા માટે જતાં પોલીસને જોઈએ મોટર સાઇકલ પર સવાર ઈસમ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે ચાલક પોલીસ હાથે ઝડપાઇ ગયો હતો. જે બાદ મોટર સાઈકલની તલાસી લેતા બન્ને સાઇડે થેલીઓ બાંધેલી મળી આવી હતી જેમાં તપાસતા 10350 કિંમતની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની 18 બોટલો મળી આવી હતી. 

    ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા ગોવિંદભાઇ બાબુભાઇ તરાલ (રહે.ધોલિયા(ગોરલ) તા.ઇડર જી.સાબરકાંઠા) અને ફરાર ઈસમનું નામ લાલો હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસે બે ઈસમ સામે ગુન્હો નોંધી દારૂ સહિત ૨૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.