District

પોશીના તાલુકાના માલવાસ ગામે જમીન બાબતે કાકાએ ભત્રીજાને માર માર્યો

પોશીના તાલુકાના માલવાસ ગામે જમીન બાબતે કાકાએ ભત્રીજાને માર માર્યો

- તમારૂ મકાન તથા આ જમીન અમારી છે કહીને કાકાએ ભત્રીજાને ગાળો બોલી 
- બે સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ 

પોશીના, શનિવાર

  પોશીના તાલુકાના માલવાસ ગામે જમીન અને મકાનની જગ્યા બાબતે કાકા અને તેના પુત્રએ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો. તમારૂ મકાન તથા આ જમીન અમારી છે અને તેથી ખાલી કરીને અહિયાંથી જતાં રહો કહીને કાકાએ ભત્રીજાને ગાળો બોલી માર મારીને ધાક ધમકી આપી હતી. બનાવની જાણ તેના ભાઈને થતાં તેને ઇજાગ્રસ્ત ભાઈને સારવાર માટે ખસેડી કાકા અને તેના પુત્ર સામે ફરિયાદ દાખલ કરાવતા ખેરોજ પોલીસે ગુન્હો નોંધ્યો છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર સાબરકાંઠાના પોશીના તાલુકાના માલવાસ ગામે રહેતા અને ખેતી કામ કરતાં રસીકભાઇ બધાભાઇ પરમાર બે દિવસ પહેલા સાંજના સમયે ધર પાસે આવેલા ખેતરમા પાણી વાળતા હતા. દરમિયાન તેમના ભાઇ બાલુભાઇ બધાભાઇ પરમારના ધરે બુમાબુમનો અવાજ આવતા તેઓ બાલુભાઇના ઘરે ગયા હતા અને જોતાં ગયેલ બાલુભાઇને કપાળના ભાગેથી લોહી નિકળતુ હતું તેથી આ અંગે તેમને શું થયું પૂછતાં બાલુભાઈએ જણાવ્યું હતું કે માતા કેળીબેન ધરે હતા તે વખતે કાકા લાડુભાઇ જોનાભાઇ પરમાર તથા તેમનો દિકરો સવજીભાઇ ધરે આવી બેફામ ગાળો બોલી આ તમારૂ મકાન તથા આ જમીન અમારી છે જેથી તમે આ જમીન ખાલી કરી અહીયાથી જતા રહો તેમ કહેતા તેમણે ગાળો બોલવાની ના કહેતા સવજીભાઇ ગુસ્સામાં આવીને તેમને ગળદાપાટુનો માર મારવા લાગ્યાં હતા. સવજીભાઇએ પથ્થર છુટો મારતા બાલુભાઇના કપાળના ભાગે વાગી ગયો હતો. જે બાદ બન્ને આજે તો તુ બચી ગયો છે પણ તને જીવતો રહેવા દઇશુ નહી તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ અંગે રસીકભાઇ બાલુભાઈને લાબડીયા સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સમગ્ર મામલે લાડુભાઇ જોનાભાઇ પરમાર અને સવજીભાઇ સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પોશીના તાલુકાના માલવાસ ગામે જમીન બાબતે કાકાએ ભત્રીજાને માર માર્યો