Weu Special

તમને ખબર છે, સૌથી પહેલા ક્રિકેટ ગુજરાતમા રમાઇ હતી ?

તમને ખબર છે, સૌથી પહેલા ક્રિકેટ ગુજરાતમા રમાઇ હતી ?

- ક્રિકેટની રમતની અચરજભરી યાત્રા

- બ્રિટનની પહેલી મેચની સદી પહેલા ગુજરાતના નદી કાંઠે ખેલાયું ક્રિકેટ

અમદાવાદ, મંગળવાર

  ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ છે. એક દિવસ બાદ રસિયાઓ ગેલમાં દેખાશે. એક અંદાજ મુજબ ભારત 76 ટકા લોકો ક્રિકેટના શોખિન છે. પરંતુ તમને ક્રિકેટની અચરજભણી કહાણી ખબર છે? તમને ખબર છે ભારતમાં સૌથી પહેલીવાર ક્રિકેટ ગુજરાતમાં ખેલાયું હતું? ક્રિકેટનો આધુનિક ઈતિહાસ 100 વર્ષથી વધુ જૂનો છે. એવું માનવામાં આવે છે કે તેનું સત્તાવાર મૂળ ઇંગ્લેન્ડમાં હતું. તે લગભગ 1815માં સસેક્સની કાઉન્ટી ક્લબમાં પ્રથમ વખત રમવામાં આવ્યું હતું. આ પછી 1839માં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું. 1846માં ઓલ ઈંગ્લેન્ડ XI સાથે પ્રથમ વખત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ તરીકે તેની શરૂઆત થઈ. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં ક્રિકેટની શરૂઆત તેની પણ ખૂબ પહેલા થઈ ગઈ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ઇતિહાસકારો કહે છે, બ્રિટિશ શાસન દરમિયાન દક્ષિણ ગુજરાતના ટંકરી બંદર વિસ્તારમાં લગભગ 300 વર્ષ પહેલાં ક્રિકેટની રમત શરૂ થઈ હતી. બ્રિટિશ શાસન દરમિયાન, બ્રિટીશ નૌકાદળ, દરિયામાં ભરતી આવે તેની રાહ જોઈને અહીં રોકાયું હતું, અને તે સ્થિતિમાં સમય પસાર કરવા માટે અહીં દરિયા કિનારે નૌકદળના જવાનો ક્રિકેટ રમ્યા હતા. કેટલાક ક્રિકેટ રસિયાઓ અને ઇતિહાસ જાણનારા એવો પણ દાવો કરે છે કે, ભારતમાં પ્રથમ વખત 1721માં ઢાઢર નદીના કિનારે ક્રિકેટ રમાયું હતું. આ વિસ્તાર ગુજરાતના વડોદરાથી લગભગ 24 કિલોમીટર દૂર છે. આ વિશે 1737માં લખાયેલ ક્લેમેન્ટ ડાઉનિંગના પુસ્તક 'એ કમ્પેન્ડિયસ હિસ્ટ્રી ઓફ ધ ઈન્ડિયન વર્સ્ટ'માં નોંધ જોવા મળે છે.

  ડાઉનિંગ, બ્રિટિશ સરકાર સાથે દરિયામાં અનેક અભિયાનોનો એક ભાગ હતા. ડાઉનિંગનો દાવો છે કે 18મી સદીના કુશળ અને પ્રભાવશાળી મરાઠા નૌકાદળના વડા, કાન્હોજી આંગ્રે સાથે અંગ્રેજી નૌકાદળના સાત એન્કાઉન્ટર થયા હતા અને તેઓ ક્યારેય ઘાયલ પણ થયા ન હતા. આવા જ એક અભિયાન દરમિયાન, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બે જહાજો - એમિલિયા અને હન્ટર ગેલી - બોમ્બેથી માલસામાન લાવવા માટે બોમ્બેથી રવાના થયા હતા, જે મધ્યયુગીન સમયથી એક મુખ્ય વેપાર કેન્દ્ર હતું.

  ડાઉનિંગ આગળ લખે છે કે, હોડીઓ નીચી ભરતી પર ચડી આવી અને કેમ્બે એટલે કે ખંભાતથી લગભગ 30 માઇલ દૂર ચિમનાવ ખાતે જહાજોને રોકી દેવામાં આવ્યા હતા. લેખક જ્હોન ડ્રૂએ 'ઈન્ડિયા એન્ડ રોમેન્ટિક ઈમેજીનેશન' નામનું પુસ્તક લખ્યું છે, જ્હોન તેમાં લખે છે, જંબુસર પરગણાના ઉત્પાદક કપાસની ખેતી અને બાંધકામ તરફ પાછા ફરવા માટે બોટો ઢાઢર નદી તરફ પાછી વળી ગઈ હતી. જ્યારે નૌકાદળના ક્રૂ મોટી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વિસ્તારના સશસ્ત્ર અને લડાકુ કોળી લડવૈયાઓ દ્વારા ક્રૂ પર હુમલો કરવામાં આવ્યો હતો, કોળી લડાકુઓને એમ હતું કે, જહાજોમાં ખજાનો લઈ જવાઈ રહ્યો છે.

  હુમલો ખાળવામાં અને મોટી ભરતીની રાહમાં સ્વાભાવિક જ ઘણા દિવસો ગયા... આ ફરજિયાત વિરામ દરમિયાન, ડાઉનિંગ અને અન્ય લોકોએ તેમનો થોડો સમય રમતો રમવામાં પસાર કર્યો. ડાઉનિંગ પોતાના પુસ્તકમાં લખે છે, 'અમે દરરોજ ક્રિકેટ રમીને અને અન્ય કસરત કરીને પોતાનું મનોરંજન કરતા હતા.' ડાઉનિંગ એમ પણ લખે છે કે, આ રમત જોવા સ્થાનિક લોકો ઉમટતા હતા. જેમાં કેટલાક લોકો વાંસના ભાલા અને તલવારોથી સજ્જ ઘોડા પર આવતા હતા.'આમ, અંગ્રેજો બ્રિટનમાં ક્રિકેટ રમ્યા તેની લગભગ એક સદી અગાઉ ભારતમાં ક્રિકેટ ખેલાયું. ભલે તે રમનારા અંગ્રેજો જ હતા, પરંતુ પહેલું મેદાન તો ભારતનું જ હતું, બલ્કે ગુજરાતનું જ હતું. જે ગુજરાતમાં માટે ઓછા ગૌરવની વાત નથી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

તમને ખબર છે, સૌથી પહેલા ક્રિકેટ ગુજરાતમા રમાઇ હતી ?