Entertainment

શું રિવ્યુ ફિલ્મોને નુકસાન પહોંચાડે છે ? : ડિરેક્ટરે ઓનલાઈન ફિલ્મ સમીક્ષકો અને વિવેચકો સામે કોર્ટમાં કરી અપીલ

શું રિવ્યુ ફિલ્મોને નુકસાન પહોંચાડે છે ? : ડિરેક્ટરે ઓનલાઈન ફિલ્મ સમીક્ષકો અને વિવેચકો સામે કોર્ટમાં કરી અપીલ

- આ મામલો ઓનલાઈન ફિલ્મ ક્રિટિક્સને લઈને કેરળ હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો 
- કેસમાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના 1 અઠવાડિયા સુધી રિવ્યુ શેર કરવાનું બંધ કરવા જણાવ્યું 

મુંબઈ, રવિવાર 

    હવે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફિલ્મોની સમીક્ષા કરવા માટે મુક્ત છે. શું રિવ્યુ ફિલ્મોને નુકસાન પહોંચાડે છે? શું દર્શકો નેગેટિવ રિવ્યુ વાંચ્યા પછી ફિલ્મો જોવા જતા નથી ? તેના વિષય પર હાલ ચર્ચા થઈ રહી છે. શું આ બાબતો ફિલ્મોના બિઝનેસ પર નકારાત્મક અસર કરી રહી છે ? કોઈપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો આ વાત સ્વીકારતા નથી, આ કારણે ઓનલાઈન ફિલ્મ સમીક્ષકો અને વિવેચકો સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે ડિરેક્ટરે કોર્ટનો સંપર્ક કર્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

    આ મામલો ઓનલાઈન ફિલ્મ ક્રિટિક્સને લઈને કેરળ હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ કેસ મલયાલમ ફિલ્મ અરોમાલિંટે આધ્યાતે પ્રાણાયામના નિર્દેશક મુબીન રૌફ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. તેણે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં કોઈ પણ ઓનલાઈન સમીક્ષકને તેની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના એક અઠવાડિયા સુધી તેમના રિવ્યુ શેર કરવાનું બંધ કરવા જણાવ્યું છે. પિટિશનમાં ડિરેક્ટરે કહ્યું હતું કે ઓનલાઈન રિવ્યુ ફિલ્મો વિરુદ્ધ નકારાત્મક બાબતો ફેલાવે છે અને તે કોઈ પણ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સારી નથી. આ નકારાત્મક સમીક્ષાઓ ફિલ્મ ઉદ્યોગની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરે છે, જેના પરિણામે હજારો પરિવારોની આજીવિકા જોખમમાં મુકાય છે. કેરળ હાઈકોર્ટે આ મામલાને સુનાવણી માટે યોગ્ય ગણ્યો છે અને રાષ્ટ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી ઓનલાઈન સમીક્ષાઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા માંગી છે. કોર્ટે તેને સુનાવણી માટે સ્વીકારતા, રાષ્ટ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને ઑનલાઇન ફિલ્મ સમીક્ષકો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા સાથે આવવા નોટિસ મોકલી છે. પિટિશનમાં માગણી કરવામાં આવી છે કે ઓનલાઈન ફિલ્મ વિવેચકોને ફિલ્મ એરોમાલિંટે આધ્યાતે પ્રાણાયામના થિયેટર રિલીઝના 7 દિવસ પહેલા રિવ્યુ શેર કરવાથી રોકવામાં આવે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શું રિવ્યુ ફિલ્મોને નુકસાન પહોંચાડે છે ? : ડિરેક્ટરે ઓનલાઈન ફિલ્મ સમીક્ષકો અને વિવેચકો સામે કોર્ટમાં કરી અપીલ