
- 2 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથા પર બચકું ભરી લીધું
- બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 7 ટાંકા લેવા પડ્યા
સુરત, મંગળવાર
શેરીઓ અને કોલોનીઓમાં રહેતા રખડતા કૂતરા હવે જોખમી સાબિત થઈ રહ્યા છે. દરરોજ રખડતા કૂતરાઓના આતંકના અહેવાલો આવે છે. હવે સુરતના એક રહેણાંક વિસ્તારમાં એક રખડતા કૂતરાએ એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો, કૂતરાએ એટલો બર્બરતાથી હુમલો કર્યો કે બાળકનું માથું જડબામાં પકડી રગદોળી નાખ્યું હતું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
આ ચોંકાવનારી ઘટના સુરતના પર્વત ગામમાં સંતોષનગર સોસાયટીમાં બની હતી, જ્યાં ઘરની બહાર બાળકો રમી રહ્યાં હતાં, જ્યાં અચાનક શ્વાને આવીને બાળકનું માથું મોઢામાં નાખ્યું હતું, જેથી બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 7 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે આ હુમલામાં બાળકની આંખ પર પણ ઈજા થઈ હતી. જોકે સદનસીબે બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો ન હતો. તો બીજી તરફ, આ વિસ્તારમાં શ્વાનના આંતકને લઈને સોસાયટીમાં પણ ભયનો માહોલ છવાયો છે. આ હુમલામાં માસૂમ બાળકને માથા અને ચહેરા પર ગંભીર ઘા થયા છે. હુમલા દરમિયાન માસૂમ બાળકે બૂમાબૂમ કરી તો ઘરના સભ્યો ઘરની અંદરથી બહાર આવી ગયા અને કૂતરાનો પીછો કર્યો. સાથે જ નિર્દોષ બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી માસૂમ બાળકને દાખલ કર્યો હતો. જિલ્લામાં કૂતરાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. મળતી માહિતી અનુસાર, મૂળ ઝારખંડનો વિજય રામ પર્વત ગામમાં આવેલા સંતોષનગરમાં પરિવાર સાથે રહે છે. તેમનો બે વર્ષીય દીકરો શિવાન્સ સહિત બે પુત્ર છે. વિજય કાપડ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા રસોઈ કરી રહી હતી અને શિવાન્સ ઘર બહાર રમી રહ્યો હતો, ત્યારે સોસાયટીમાં રમતાં બાળકો પર શ્વાન તૂટી પાડ્યો હતો, જેમાં બે વર્ષીય શિવાન્સ એક શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શિવાન્સનું માથું શ્વાને મોઢામાં લઈ લીધું હતું. જેથી માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ સાથે એક આંખ પર પણ ઇજા થઇ હતી. જોકે આંખ બચી ગઈ હતી. જો વધુ ઇજા થઇ હોત તો આંખ પણ ગુમાવવાની નોબત આવી હોત.પાલિકા દ્વારા શ્વાનના આતંકને લઈને કામગીરી કરવી જોઈએ. વહેલી તકે હુમલા કરનારા શ્વાનોને પકડી લેવા જોઈએ. શ્વાનના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
