International

પાકિસ્તાન અને ફિલિપાઈન્સ ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠ્યું

પાકિસ્તાન અને ફિલિપાઈન્સ ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠ્યું

-  લોકો ભયના માર્યા ઘરમાંથી બહાર નીકળી રસ્તા પર આવી ગયા
-  પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 માપવામાં આવી
-  ફિલિપાઈન્સમાં તીવ્રતા 5.3 માપવામાં આવી

પાકિસ્તાન, શુક્રવાર 

   પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. લોકો ભયના માર્યા ઘરોમાંથી બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા. હજુ સુધી બંને દેશોમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.   પાકિસ્તાનમાં 5.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે લગભગ 1.45 વાગ્યે પાકિસ્તાની શહેર દલબંદિનથી 49 કિમી દક્ષિણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 28.4517 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 64.3204 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10.0 કિમીની ઊંડાઈએ જોવા મળ્યું હતું.

   જયારે રાત્રે લગભગ 12 વાગ્યે ફિલિપાઈન્સમાં બોબોન નામના વિસ્તારથી 77 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં ફિલિપાઈન્સમાં પણ  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 28.4517 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 64.3204 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 68.27 કિમીની ઊંડાઈએ જોવા મળ્યું હતું.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

પાકિસ્તાન અને ફિલિપાઈન્સ ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠ્યું