Entertainment

પોતાની સાદગીને કારણે લોકપ્રિય બૉલીવુડ એક્ટ્રેસે 16 વર્ષ જૂનો ડ્રેસ પહેરેલો ડ્રેસ જોઈ ચાહકો દંગ રહી ગયા

- કેન્સરની જંગ જીત્યા બાદ સોનાલીનું જીવન હવે ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું છે
- ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાલી રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'માં જોવા મળી હતી

મુંબઈ , શુક્રવાર 

    બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ હિંદી, મરાઠી તથા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. સોનાલી ચાહકોમાં પોતાની સાદગીને કારણે ઘણી જ લોકપ્રિય છે. કેન્સરની જંગ જીત્યા બાદ સોનાલીનું જીવન હવે ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું છે. તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તે સોશિયાલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે સો.મીડિયામાં 'ધેન એન્ડ નાઉ' તસવીર શૅર કરી હતી. આ તસવીર 16 વર્ષ જૂની છે. તેમજ સોનાલી ને જુના કપડાંના  કૅલેક્શનનો ખુબજ શોખ છે.

    સોનાલીએ સોશિયલ મીડિયા પર 'ધેન એન્ડ નાઉ' તસવીર શૅર કરી છે. સોનાલી 16 વર્ષ જૂની તસવીરમાં હોલિવૂડ એક્ટર પિયર્સ બ્રોસનન સાથે જોવા મળે છે. પિયર્સ જેમ્સ બોન્ડના રોલ માટે લોકપ્રિય હતો. તસવીરમાં સોનાલી વ્હાઇટ ડ્રેસમાં જોવા મળે છે. ઓપન હેરમાં સોનાલી ઘણી જ સુંદર લાગે છે. બીજી તસવીરમાં સોનાલી પતિ ગોલ્ડી બહલ સાથે જોવા મળે છે. 16 વર્ષ પહેલાં જે વ્હાઇટ ડ્રેસમાં હતી, તે જ વ્હાઇટ ડ્રેસમાં સોનાલી છે. સોનાલીએ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'મને ધેન એન્ડ નાઉની તસવીર ઘણી જ ગમે છે, કારણ કે થોડુંક બદલાય છે અને થોડુંક એમનું એમ જ રહે છે, જેમ કે હું આ જૂનાં ડ્રેસમાં એકદમ ફિટ લાગું છું. મેં આ ડ્રેસ 16 વર્ષ પહેલાં પહેર્યો હતો અને હવે 2022માં ફરીથી એ જ ડ્રેસમાં જોવા મળી  ઘણી જ ખુશ છું કે આ સંબંધમાં કંઈ જ બદલાયું નથી. 2022માં હું મારા જેમ્સ બોન્ડ વર્ઝન સાથે છું.'ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાલી રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'માં જોવા મળી હતી. આ સમયે તેણે જે જેકેટ પહેર્યું હતું, તે 20 વર્ષ જૂનું હતું. સોનાલીએ ધેન એન્ડ નાઉની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'કેટલીક વસ્તુઓ ઉંમરની સાથે સારી દેખાય છે. અહીં હું મારા જેકેટ અંગે વાત કરી રહી છું. લગભગ બે દાયકા પહેલાં રોહિત બાલનું આ સુંદર જેકેટ પેહર્યું હતું અને મને ઘણો આનંદ છે કે હું ફરીથી આ પહેરી શકી!

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

પોતાની સાદગીને કારણે લોકપ્રિય બૉલીવુડ એક્ટ્રેસે 16 વર્ષ જૂનો ડ્રેસ પહેરેલો ડ્રેસ જોઈ ચાહકો દંગ રહી ગયા