Gujarat

ગુજરાતમાં ચોમાસાની વિદાય, હવે થોડા દિવસો માટે ડબલ સિઝન

ગુજરાતમાં ચોમાસાની વિદાય, હવે થોડા દિવસો માટે ડબલ સિઝન

- હવામાન સામાન્ય રહેશે. તાપમાન 24 થી 26 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે
- હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે ચોમાસું પૂરું થઈ ગયું છે
- કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી 5 દિવસમાં ક્યાંય વરસાદની શક્યતા નથી.

ગુજરાત, સોમવાર

 રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ચોમાસા પછી એટલે કે સંક્રમણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન, આગામી કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં વધુ તફાવત નહીં આવે. હવામાન સામાન્ય રહેશે. તાપમાન 24 થી 26 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે ચોમાસું પૂરું થઈ ગયું છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી 5 દિવસમાં ક્યાંય વરસાદની શક્યતા નથી. ઓક્ટોબર-નવેમ્બર સંક્રમણ મહિનો રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં બહુ ફરક નહીં પડે. રાજ્યમાં ઠંડી શરૂ થવામાં હજુ સમય છે. ચોમાસાએ 8 દિવસ પહેલા વિદાય લીધી છે. ચોમાસું 8 જૂને કેરળમાં પ્રવેશ્યા બાદ 26 જૂને ગુજરાતમાં પહોંચ્યું હતું. આ પછી 25 સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાનો સમય 5મી ઓક્ટોબર છે. 3 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લીધા બાદ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જુલાઈ માસ દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદ થયો હતો. જ્યારે ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયો. જેના કારણે ખેડૂતોના ચહેરા નિસ્તેજ થઈ ગયા હતા. ખેતીને નુકશાન થવાની ભીતિ હતી. બાદમાં સપ્ટેમ્બરમાં, ચોમાસાએ ફરી એકવાર તેની તાકાત બતાવી અને ભારે વરસાદ પડ્યો. આ વર્ષે સિઝનમાં 100 ટકા વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં જૂન મહિનામાં 242.96 મીમી વરસાદ નોંધાયો હતો. જુલાઈમાં 448.73 મીમી વરસાદ નોંધાયો હતો. ઓગસ્ટમાં વિરામ બાદ સપ્ટેમ્બરમાં સારો વરસાદ નોંધાયો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

ગુજરાતમાં ચોમાસાની વિદાય, હવે થોડા દિવસો માટે ડબલ સિઝન