National

ફરિદાબાદની વિદ્યાર્થીની પર દાદાના મિત્રએ દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા

ફરિદાબાદની વિદ્યાર્થીની પર દાદાના મિત્રએ દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા

- ભત્રીજી દાદીના ઘરે જવા નીકળી ત્યારબાદ બની સમગ્ર ઘટના

- પોલીસે લાશનો કબજો મેળવ્યો

 

દિલ્લી,શુક્રવાર

  યુવતીની કાકીએ જણાવ્યું કે 31 ડિસેમ્બરે તેની ભત્રીજી ફરીદાબાદના સેક્ટર-18થી ભૂપાની ગામમાં તેના મામાના ઘરે જવા નીકળી હતી. પણ પહોંચી ન હતી. નાની પર ફોન આવ્યો. ફોન આરોપીનો હતો. તેણે કહ્યું કે તેણે યુવતી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી છે.

  દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં હત્યારાએ 21 વર્ષની બીએ ફર્સ્ટ યરની વિદ્યાર્થીનીની હત્યા કરીને લાશને આગ્રા કેનાલની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. યુવતીની કાકીએ જણાવ્યું કે 31 ડિસેમ્બરે તેની ભત્રીજી દાદીના ઘરે જવા નીકળી હતી, પણ પહોંચી ન હતી. મૃતકની માસીએ જણાવ્યું કે જ્યારે બાળકી લાંબા સમય સુધી ઘરે ન પહોંચી ત્યારે દાદીએ કાકીને ફોન પર જાણ કરી આજુબાજુમાં પણ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. પછી કાકીનો ફોન આવ્યો, જે છોકરીના દાદાના મિત્ર સિંહરાજે ફોન પર દાદીને કહ્યું કે તેણે છોકરીની હત્યા કરી છે. પછી તેણે ફોન બંધ કરી દીધો હતો. પોલીસે બાળકીનો મૃતદેહને કબજે કર્યો છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક પુરાવા મળ્યા છે, જેના આધારે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. (તસ્વીર પ્રતીકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ફરિદાબાદની વિદ્યાર્થીની પર દાદાના મિત્રએ દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા