Gujarat
ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 2 ઓક્ટોબરના દિવસે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
2, October 2023
- ‘ભારતરત્ન’થી સન્માનિત અને આઝાદ ભારતનાં બીજા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર (શ્રીવાસ્તવ) શાસ્ત્રીનો ઉત્તરપ્રદેશનાં વારાણસી પાસેના મુગલસરાયમાં જન્મ (1904) વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજીનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું અને અહીં તેમને શાસ્ત્રીની ઉપાધિ મળી હતી જે આજીવન તેમના નામ સાથે જોડાયેલી રહી એક રેલવે દુર્ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતાં, જેના માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીનાં પદેથી રાજીનામું આપી દીધું અને દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી વર્ષ 1952, 1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું તેમણે કહ્યું હતું કે ‘મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’ તેમનો નારો "જય જવાન, જય કિસાન" યુદ્ધ દરમિયાન ખૂબ પ્રખ્યાત થયો હતો અને આજે પણ પ્રખ્યાત છે તા. 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી, 1966 દરમિયાન તેઓ વડાપ્રધાન રહ્યાં અને ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં યુદ્ધ છેડાયું હતું ત્યારે ભૂખમરો અને અનાજની અછત હતી ત્યારે આ સંકટમાં શાસ્ત્રીજીએ પોતાનો પગાર લેવાનું છોડ્યું, ઘરના નોકરોને પણ કામ પર ન આવવાનું કહીને બધુ કામ જાતે કરવા લાગ્યા હતાં 11 જાન્યુઆરી, 1966નાં રોજ તેમનું અવસાન તાશ્કંદમાં થયું હતું. 10 જાન્યુઆરી 1966નાં રોજ પાકિસ્તાન સાથે શાંતિ અંગેનાં કરારનાં કર્યાનાં માત્ર 12 કલાક પછી તાશ્કંદમાં અચાનક તેમનું અવસાન થયું, તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય સમાન છે
- દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી, દિગ્દર્શક અને નિર્માતા આશા પારેખનો જન્મ (1942)
- કપૂરથલાના રાજવી પરિવારના ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર રાજકુમારી અમૃત કૌરનું અવસાન (1964) દેશની પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી રહેલ અમૃત કૌર દેશની આઝાદી બાદ તે ભારતીય કેબિનેટમાં દસ વર્ષ સુધી આરોગ્ય મંત્રી હતા તેઓ 1957 થી 1964 માં તેમના મૃત્યુ સુધી રાજ્યસભાના સભ્ય હતા તેમને 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન'ના પ્રમુખ 1950માં બનાવવામાં આવ્યા, જે સન્માન મેળવનારી તે પ્રથમ એશિયન મહિલા હતા
- રામકૃષ્ણ વેદાંત મઠના સ્થાપક અને 19મી સદીના રહસ્યવાદી રામકૃષ્ણ પરમહંસના સીધા શિષ્ય સ્વામી અભેદાનંદનો જન્મ (1866)
- ‘ભારત રત્ન’થી (મરણોત્તર) સન્માનિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સંસ્થાપક નેતા અને કાબેલ રાજપુરૂષ કુમારસ્વામી કામરાજ નાદરનું અવસાન (1975) જવાહરલાલ નહેરુનાં મૃત્યુ બાદ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પક્ષનાં સંચાલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી એમણે જવાહરલાલ નેહરુને સૂચન કર્યું કે, કોંગ્રેસનાં સિનિયર પ્રધાનોએ પોતાનાં હોદ્દા પરથી રાજીનામું ધરી રચનાત્મક કાર્યમાં લાગી જવું. આ યોજના ‘કામરાજ યોજના’ તરીકે અમલી બની હતી. ‘સરકાર પહેલાં પક્ષ’ એ સૂત્રથી કામરાજે કૉંગ્રેસનાં સભ્યોને પક્ષ સંગઠન માટે દિશાદર્શન કરાવ્યું હતું કામરાજ 1954-1963 દરમિયાન મદ્રાસ રાજ્યનાં (વર્તમાન તમિલનાડુ) ત્રીજા મુખ્યમંત્રી તેમજ 1952-1954 અને 1966-1975 દરમિયાન લોકસભાનાં સાંસદ રહ્યાં
- ઈન્ડિયન સુપર લીગમાં ચેન્નાઈન એફસી માટે ડિફેન્ડર તરીકે રમતા ભારતીય પ્રોફેશનલ ફૂટબોલર ઝોહમિંગલિયાના રાલ્ટેનો જન્મ (1987) - નેટબોલ અને બાસ્કેટબોલ ભારતીય ખેલાડી અને અભિનેત્રી પ્રાચી તેહલાનનો જન્મ (1993)
- ભારતીય ભૂમિસેનાની આસામ રેજિમેન્ટનાં સૈનિક હવાલદાર હંગપન દાદાનો અરુણાચલપ્રદેશનાં બોર્દુરિયામાં જન્મ (1979) આતંકવાદીઓ સામે લડતી વખતે જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલાં હવાલદાર હંગપન દાદાને બહાદુરી, હિંમતવાન ક્રિયા અને આત્મ બલિદાન માટે સર્વોચ્ચ શાંતિ સમયનો લશ્કરી વીરતા પુરસ્કાર અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો અને તેઓ 27 મે, 2016નાં રોજ જમ્મુ અને કાશ્મીરમાં શહીદ થયાં હતાં.
- પ્રગતિશીલ ડાબેરી અને નારીવાદી ભારતીય રાજકારણી અને સુધારક લીલા રોયનો જન્મ (1900)
- નોબેલ ગેસની શોધ માટે રસાયણવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની સર વિલિયમ રામસેનો સ્કોટલેન્ડનાં ગ્લાસગો ખાતે જન્મ (1852) તેમણે નોબેલ ગેસ (વિવિધ વાયુઓનો સમૂહ જેઓ મહદઅંશે એક જેવાં જ લક્ષણો ધરાવે છે-
- હિલિયમ, નિઓન, ઝેનોન, આર્ગોન, ક્રિપ્ટોન અને રેડોન)ની શોધ કરી વૈજ્ઞાનિક સંશોધનમાં તેમની વિદ્વતાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ માટે તેમને સલાહકાર તરીકે નીમવામાં આવ્યાં હતાં. આઈઆઈએસ માટે બેંગ્લોર શ્રેષ્ઠ સ્થળ છે, એવું સૂચન પણ તેમણે જ કર્યું હતું
- ભારતીય ફિલ્મ દિગ્દર્શક તપન સિંહાનો જન્મ (1924) જેમણે સત્યજીત રે, ઋત્વિક ઘટક અને મૃણાલ સેન સાથે સુપ્રસિદ્ધ ચોકડી બનાવી હતી
- હિન્દી, ગુજરાતી, તમિલ, મરાઠી અને તેલુગુ સિનેમામાં ફિલ્મ, સ્ટેજ અને ટેલિવિઝન અભિનેતા કે કે મેનનનો જન્મ (1966) - હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા રોહિત રોયનો જન્મ (1968)
- હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી હિના ખાનનો જન્મ (1987) - સ્ટેજ એક્ટર અને થિયેટરના સ્થાપક સિસિર ભાદુરીનો જન્મ (1889) ગામડામા રહેનાર ની નજર શહેર તરફ છે, શહેરમા રહેનારની નજર વિદેશ તરફ છે, વિદેશ જનારની નજર વિશ્વ તરફ છે, છતાં આ બધાય દુઃખી છે. પણ જેની નજર પોતાના "પરિવાર" તરફ છે, એ સૌથી વધુ સુખી છે. સમય, દોસ્ત અને "પરિવાર" એ એવી વસ્તુ છે કે જે મફત મા મળે છે પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો