Gujarat

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 5 ઓક્ટોબરના દિવસે

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 5 ઓક્ટોબરના દિવસે
તા. 5 ઓક્ટોબર : 5 OCTOBER તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

- 1970 અને 1980 નાં દાયકાનાં વ્યક્તિગત કમ્પ્યુટર ક્રાંતિનાં પ્રણેતા તરીકે ઓળખાતા અમેરિકન બિઝનેસ મેગ્નેટ, ઔદ્યોગિક ડિઝાઇનર, રોકાણકાર, મીડિયા પ્રોપરાઇટર, એપલ ઇંકનાં સીઈઓ અને સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ (સ્ટીવન પોલ જોબ્સ)નું યુ.એસ.નાં કેલિફોર્નિયાનાં પાલો અલ્ટોમાં અવસાન (2011) તેઓ પિક્સરનાં અધિગ્રહણ પછીનાં વોલ્ટ ડિઝની કંપનીનાં બોર્ડ ઑફ ડિરેક્ટરનાં સભ્ય, પિક્સરનાં અધ્યક્ષ અને બહુમતી શેરહોલ્ડર અને નેએક્સટીનાં સીઇઓ હતાં અને મેકિન્ટોશ, આઇપોડ, આઇફોન, આઈપેડ અને પ્રથમ એપલ સ્ટોર્સનાં સહ-નિર્માતા હતાં 
- મુંબઈ હુમલા દરમિયાન (2008) આતંકવાદી વિરોધી કામગીરીમાં ભૂમિકા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત મુંબઈ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નારાયણ નાંગરે પાટીલનો જન્મ (1973)

- અમેરિકન પ્રોફેસર, સંશોધક અને ભૌતિકશાસ્ત્રી રોબર્ટ ગોડાર્ડનો માસાચ્યુસેટ્સ ખાતે જન્મ (1882) વિશ્વનાં પહેલા પ્રવાહી બળતણથી ચાલતાં રોકેટનાં નિર્માણનો શ્રેય તેમને ફાળે જાય છે, ગોડાર્ડનાં નામે બોલાતી 214 પેટન્ટમાંથી મલ્ટિસ્ટેજ રોકેટ ડિઝાઇન અને લિક્વિડ ફ્યુઅલ રોકેટ ડિઝાઇનની શોધ હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ઘણી મહત્વની સાબિત થઈ અને આ સિદ્ધિ માટે તેમને ‘ફાધર ઑફ મૉર્ડન રોકેટરી’નાં ઉપનામથી નવાજવામાં આવ્યા
- અમેરિકન મનોચિકિત્સક અને માદક પદાર્થથી છૂટકારો મેળવવામાં અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનાર હર્બર્ટ ડેવિડ ક્લેબરનું અવસાન (2018) - ભારતમાં બ્રિટિશરાજનાં બીજા ગવર્નર જનરલ અને ચીફ ઑફ કમાંડર લૉર્ડ કોર્નવોલિસનું ગાઝીપુરમાં અવસાન (1805)

- મહાત્મા ગાંધીજીનાં અંતેવાસી, સમાજ સુધારક અને પ્રસિદ્ધ સાહિત્યકાર કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાનો મુંબઈમાં જન્મ (1890) પ્રથમ પરિચયે જ ગાંધીજીએ તેમને અંગત મંત્રી તરીકે જવાબદારી સોંપી. ‘હરિજન’ પત્રનાં સંપાદન તરીકે સ્વતંત્ર કામગીરી બજાવી. માતૃભાષા અને અંગ્રેજી વિષય પર તેમણે પોતાનાં ધારદાર વિચારો રજૂ કર્યા છે, તેમણે ‘સ્વામી સહજાનંદ’ અને ‘ઈસુ ખ્રિસ્ત’નું જીવનવૃતાંત લખ્યું, શ્રીમદ્ ભગવદગીતાનો તેમણે કરેલો સમશ્લોકી અનુવાદ ‘ગીતા ધ્વનિ’ રૂપે પ્રકાશિત થયો ઉપરાંત ‘ગાંધી વિચાર’, ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’, ‘અહિંસા’, ‘રામ અને કૃષ્ણ’, ‘ગીતા મંથન’, ‘ધર્મ અને રાજકારણ’ જેવાં તત્વજ્ઞાન વિષયક સુપ્રસિદ્ધ ગ્રંથોનું આલેખન કર્યું

- વીર, સાહસી, ત્યાગ, મમતાનાં મૂર્તિ અને (મધ્યપ્રદેશ) કાલિંજરનાં રાજા કીર્તિસિંહ ચંદેલનાં એકમાત્ર સંતાન મહારાણી દુર્ગાવતીનો જન્મ (1524) નારીશક્તિનાં પ્રતિક તેમનાં આત્મસમ્માન અને રાજ્યની સ્વતંત્રતા માટે દુશ્મનો આગળ શિર ન ઝુકાવવાવાળાં આવાં વીર વીરાંગના રાણી દુર્ગાવતીના લગ્ન ગોન્ડવાનાં રાજ્યનાં રાજા સંગ્રામ શાહનાં સૌથી મોટા દલપત શાહ સાથે થયાં હતાં જેમણે હિંમત અને આશ્રયની તેમની પૂર્વજોની પરંપરાના ગૌરવને વધુ વધાર્યું હતું
- બિહાર રાજ્યના નાણામંત્રી રહેલ જનસંઘ અને ભાજપના નેતા કૈલાશપતિ મિશ્રાનો જન્મ (1923)
 - ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમામાં અભિનેતા આદિલ હુસૈનનો જન્મ (1963) તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર હોટેલ સાલ્વેશન અને મેજર રતિ કેતેકી ઉપરાંત લોકપ્રિય ધ રિલક્ટન્ટ ફન્ડામેન્ટલિસ્ટ અને લાઈફ ઓફ પાઈ જેવી ફિલ્મો સાથે જોડાયેલા હતા

- તમિલ, મલયાલમ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર, ફિલ્મ નિર્માતા, નિર્માતા અને લેખક એસ રવિ વર્મનનો જન્મ (1973)
- તમિલનાડુમાં અભિનેતા, હાસ્ય કલાકાર, પાત્ર અભિનેતા, સંપાદક, રાજકીય વ્યંગકાર, નાટ્યકાર, સંવાદ લેખક, ફિલ્મ નિર્દેશક અને વકીલ શ્રીનિવાસ ઐયર રામાસ્વામી (ચો રામાસ્વામી)નો જન્મ (1934) - તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં અભિનેત્રી વનિતા વિજયકુમારનો જન્મ (1980) પોતાના પ્રેમને ખુશ જોઈને જીવવું એ ખુબ મોટી વાત છે. આ ભાવના જ્યાં સુધી માણસમાં જીવંત હોય ત્યાં સુધી એ પ્રેમ આપણા હૃદયમાં ધબકાર બનીને જીવતો હોય છે. પ્રેમનું બીજું નામ સમર્પણ છે. જો પ્રેમ માટે આપણાથી સમર્પણ ન કરી શકાય તો બીજું કંઈ જ કરી શકો તેમ નથી. દુનિયામાં બહુ ઓછા લોકો હશે જેમને પોતાનો પહેલો પ્રેમ મળે છે. પ્રેમમાં માગણીઓને નહી, પણ લાગણીઓને સ્થાન વધુ હોય છે. વ્યક્તિના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવે એજ સાચો પ્રેમ. સુખ હોય કે દુઃખ, પ્રેમ જ માણસને જીવનની હરએક ઘટનાને સહજતાથી સ્વિકારતાં શીખવે છે. પ્રેમ તો સુગંધ છે, પ્રેમ જ વિશ્વાસ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 5 ઓક્ટોબરના દિવસે