Gujarat

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 7 ઓક્ટોબરના દિવસે

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 7 ઓક્ટોબરના દિવસે
તા. 7 ઓક્ટોબર : 7 OCTOBER તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

‘મિસ વર્લ્ડ’ (1999), બિઝનેસવુમન, મોડેલ તથા બોલિવૂડ એક્ટ્રેસ યુક્તા મુખીનો બેંગ્લોરમાં જન્મ (1977) યુક્તા મુખી મિસ વર્લ્ડ જીતનાર રીટા ફરિયા (1966), એશ્વર્યા રાય (1994) અને ડાયના હેડન (1997) પછી ભારતનાં ચોથા મહિલા બન્યાં છે યુક્તાએ પ્રિન્સ તુલી સાથે 2008માં લગ્ન કર્યાં અને છ વર્ષ પછી તેમનાં છૂટાછેડા થયાં, દીકરો અહેરિન યુક્તા સાથે રહે છે ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

- સ્વતંત્રતા સેનાની, સંસદીય પ્રણાલીમાં ઊંડો અનુભવ ધરાવતા લોકસભાના 6ઠ્ઠા અધ્યક્ષ રહેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી બલી રામ ભગતનો બિહારના પટનામાં જન્મ (1922)જન્મજાત સક્ષમ તથા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે પરંપરાઓમાં ઊંડી શ્રદ્ધા રાખનાર સ્પષ્ટ, પ્રામાણિક, મક્કમ અને ન્યાયી ભગત પાસે લોકસભાના સ્પીકર તરીકે તેમનો કાર્યકાળ ચૌદ મહિના કરતાં પણ ઓછો સૌથી ટૂંકા કાર્યકાળમાં તેમણે ગૃહની કાર્યવાહી પર પોતાની અમીટ છાપ છોડી પોતાની ક્ષમતા દર્શાવી હતી

- શ્રેષ્ઠ ભારતીય ઝડપી બોલરોમાંથી એક ક્રિકેટર (92 ટેસ્ટ અને 200 વનડે રમનાર) ઝહીર ખાનનો મહારાષ્ટ્રના શિવરામપુર ખાતે જન્મ (1978) ઝડપી મધ્યમ ડાબોડી બોલર ઝહીરને કપિલ દેવ પછી ટેસ્ટ ક્રિકેટમાં બીજા સૌથી સફળ ભારતીય ઝડપી બોલર માનવામાં આવે છેઝહીર ખાને બરોડા તરફથી રમીને સ્થાનિક કારકિર્દીની શરૂઆત કરી અને કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં, ઝહીર ખાન તેની પ્રતિકૂળ સીમ અને પેસ બોલિંગ, ખાસ કરીને ઝડપી ઇંચ-પરફેક્ટ માટે જાણીતો બન્યા

- ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નજીકના સાથી નરહરી પરીખનો અમદાવાદમાં જન્મ (1891) મહાત્મા ગાંધીએ પોતાની વસિયતમાં મહાદેવ દેસાઈ અને લેખક નરહરિ પરીખને તેમના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા હતા જ્યારે પ્રથમ કોંગ્રેસ મંત્રીમંડળની રચના (1937માં) કરવામાં આવી ત્યારે નરહરિ પરીખને મૂળભૂત શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા 
- "મલ્લિકા-એ-ગઝલ" તરીકે ઓળખાતાં, ભારતનાં પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)નો ઉત્તરપ્રદેશનાં ફૈઝાબાદમાં જન્મ (1914) તેઓને ગઝલ, દાદરા અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ઠુમરી શૈલીની શ્રેષ્ઠ ગાયિકાઓમાંના એક ગણવામાં આવે છે અને તેમને ‘પદ્મશ્રી’, ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’ (મરણોત્તર) જેવાં સન્માનથી નવાજવામાં આવ્યાં  જીવનનો પાછલો સમય તેઓએ વિતાવ્યો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાનાં બજાણા ગામની શેરીઓમાં આજેય વિશ્વ વિખ્યાત ગઝલ ગાયીકા બેગમ અખ્તરનાં સ્વર યાદ સ્વરૂપે ગુંજી રહ્યાં છે 

- ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત અને વિશ્વને સૌ પ્રથમ પરમાણુ મોડેલની ભેટ ધરનાર વૈજ્ઞાનિક નિલ્સ હેન્રીક ડેવિડ બૉહરનો ડેન્માર્ક કોપનહેગનમાં જન્મ (1885)
- ચેન્નાઈમાં વેલ્સ યુનિવર્સિટીના સ્થાપક, અધ્યક્ષ અને ચાન્સેલર ડૉ. ઈશારી કે ગણેશનો જન્મ (1966) - હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયક અશ્વિની ભીડે-દેશપાંડેનો જન્મ (1970) - મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનેતા શરદ કેલકરનો જન્મ (1976)
- આધુનિક એર કંડિશનરના શોધક વિલિસ કેરિયરનું અવસાન (1950) તેમણે ભેજ, તાપમાન, હવાની આવ-જા ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તેવું એર કંડિશનર વિકસાવેલ

- ઈન્ડિયન આઈડલના વિજેતા ગાયક, ટેલિવિઝન અભિનેતા અને એન્કર અભિજીત સાવંતનો જન્મ (1981) - ભારતીય થિયેટર ડિરેક્ટર, પટકથા લેખક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા સુનીલ શાનબાગનો જન્મ (1956)
- હિન્દી ફિલ્મ નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને નિર્માતા અમલ નીરદનો જન્મ (1976) - કન્નડ, તમિલ, મલયાલમ, બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અને નિર્માતા પૂજા ગાંધીનો જન્મ (1983)
- મોડલ, બ્યુટી ક્વીન અને મહારાષ્ટ્રની અભિનેત્રી લોપામુદ્રા રાઉતનો જન્મ (1991) - નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા (2001)

પહેલાં એક વ્યક્તિ ગમતી હોય, પછી બીજી વ્યક્તિ ગમે, તો તેમાં સાચો પ્રેમ ક્યો? પ્રત્યેક વ્યક્તિમાં બીજા પ્રત્યે આકર્ષિત થવા માટેનાં, વિશ્વાસ કેળવવાનાં અને લાંબા ગાળાના સંબંધને બાંધવાનાં અનેક પરિબળો હોય છે. પ્રેમ વ્યક્તિલક્ષી નથી હોતો, પ્રેમ જરૂરિયાતલક્ષી હોય છે. આપણી જરૂરિયાત જ્યાં સંતોષાતી હોય તે વ્યક્તિ પ્રેમને યોગ્ય હોય છે. એટલે, પ્રેમ સાચો કે ખોટો નથી હોતો, વ્યક્તિ સાચી કે ખોટી હોય છે. સામાન્ય રીતે આપણે તેને "કેમેસ્ટ્રી મળવી" કહીએ છીએ. પ્રેમની જો આ વ્યાખ્યાને મંજૂર રાખો, તો એવું સંભવ છે કે એક વ્યક્તિ માટેનો પ્રેમ બીજી વ્યક્તિમાં સહજ રીતે જ તબદીલ થઈ શકે.
ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 7 ઓક્ટોબરના દિવસે