તા. 9 ઓક્ટોબર : 9 OCTOBER તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
- પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર જોસેફ મેકવાનનો આણંદ જીલ્લાનાં ઓડ પાસેનાં ત્રણોલ ગામે જન્મ (1936)તેઓ ‘વંચિતોનાં વકીલ’, ‘દલિત સાહિત્યનાં દાદા’ અને ‘જંગમ વિદ્યાપીઠ’ તરીકે ઓળખાતાં જોસેફભાઈ સમગ્રતયા ગુજરાતી સાહિત્યનાં બળુકા સર્જક તરીકે ઊભરી આવ્યાં અને સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને તેમણે સાહિત્યમાં વાચા આપી હતી જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે જોસેફભાઈની સાહિત્ય સર્જન યાત્રા ‘ગેન્ગડીનાં ફૂલ’ કૃતિથી થઇ હતી. ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મારી ભિલ્લુ’, ‘લક્ષ્મણની અગ્નિ પરીક્ષા’, નિબંધ અને રેખાચિત્રો પૈકી ગુજરાતી સાહિત્યની કીર્તિદા કૃતિ ‘આંગળીયાત’ માટે જોસેફ મેકવાનને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયોગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
- પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત અને સ્પષ્ટ ઝડપી ઇખરા તાન્સ માટે જાણીતા સરોદવાદક અમજદ અલી ખાન (માસૂમ હાફિઝ અલી ખાન)નો ગ્વાલિયરમાં જન્મ (1945) બંગાશ વંશનો એક ભાગ છે એવા પરિવારના તેમનાં બે પુત્રો અમન અલી બંગાશ અને આયન અલી બંગાશ પણ પ્રખ્યાત સરોદવાદક છે
- બહુજનના ઉત્થાન અને રાજકીય ગતિશીલતા માટે કામ કરનાર સમાજ સુધારક અને રાજકારણી કાંશીરામનું અવસાન (2006)
- યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન (2010-16), વિટની માટે સંસદના સભ્ય (2001-16)અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા (2005-16) તરીકે સેવા આપનાર બ્રિટીશ રાજકારણી અને લોબીસ્ટ ડેવિડ કેમેરોન (ડેવિડ વિલિયમ ડોનાલ્ડ કેમેરોન) નો જન્મ (1966)
- પાલી ભાષાનાં નિષ્ણાંત, બૌદ્ધ ધર્મનાં પ્રખર અભ્યાસી અને ધર્મ-તત્વજ્ઞાનનાં પ્રખર પંડિત ધર્માનંદ દામોદર કોસામ્બીનો ગોવાનાં સંખવાલમાં જન્મ (1876) ધર્માનંદ કોસંબીની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી, મહાત્મા ગાંધી સાથે તેમણે સત્યાગ્રહમાં ભાગ લીધો
- ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ઝડપી બોલર કમાન્ડુર રાજગોપાલાચારી રંગાચારીનું ચેન્નાઇ ખાતે અવસાન (1993)
- ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, બેરિસ્ટર, રાજકારણી અને બાદમાં શાંતિ ચળવળના નેતા સૈફુદ્દીન કિચલેવનું અવસાન (1963)
- વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી, વિવેચક, સાહિત્યકાર, રવીન્દ્ર સાહિત્યના સત્તાધિકારી અને ભાષાશાસ્ત્રી ખુદિરામ દાસનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1916)
- યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ભારતના બીજા મહિલા રાજદૂત મીરા શંકરનો જન્મ (1950) - બંગાળી સંગીત નિર્દેશક, ગીતકાર અને ગાયક સુધીન દાસગુપ્તાનો જન્મ (1929)
- હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી સયાની ગુપ્તાનો જન્મ (1985) - ભારતીય મોડલ અને અભિનેતા વેદિતા પ્રતાપ સિંહનો જન્મ (1987)
- વિશ્વ ટપાલ દિવસસ્વિટ્ઝર્લૅન્ડનાં બર્નમાં 9 ઑક્ટોબર, 1874નાં રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી અને ઈ.સ.1969માં જાપાનનાં ટોક્યોમાં યોજાયેલ યુપીયુ કોંગ્રેસ દ્વારા તેને વર્લ્ડ પોસ્ટ ડે જાહેર કરાયો હતો
- આર્જેન્ટેનિયન માર્કસવાદી ક્રાંતિકારી, ડૉક્ટર, લેખક, બૈદ્ધિક, ગેરિલા નેતા, લશ્કરી વ્યુહબાજ, અને ક્યુબન ક્રાંતિમાં મહત્વનું પ્રદાન આપનાર નેતા અર્નેસ્ટો "ચે" ગૂવેરાની હત્યા કરવામાં આવી (1967) આફ્રિકા ખંડનાં યુગાન્ડા દેશે યુકેથી સ્વતંત્રતા મેળવી (1962 )કો'ક દોસ્તને લાંબે ગાળે મળ્યાં ના હોઇએ,
ત્યારે જીવનમાં રજા પડી ગયા જેવું લાગે છે... દોસ્તી એ અકસ્માતથી મળતી અસ્કયામત નથીએ તો જાહોજલાલીની અમાનત છે... દોસ્તી ક્યારેય ઘરડી ના થાય, ઊંમરને વટાવી-વળાવી જે દૂર ખૂણામાં મૂકી દે તેનું નામ દોસ્તી... દોસ્તી તો સુગંધનો દરીયો છે... દોસ્તી કદી કરમાય એવું આજ સુધી બન્યું નથી... .ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો