Gujarat

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 6 સપ્ટેમ્બરના દિવસે

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 6 સપ્ટેમ્બરના દિવસે
તા. 6 સપ્ટેમ્બર : 6 SEPTEMBER તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

- સેવા, સમર્પણનાં પર્યાયરૂપ સમાજસેવક અને નક્કર કામ કરનાર ગ્રામમાતા અનુબેન ઠક્કરનો કચ્છનાં અંજારમાં જન્મ (1944) આઝાદી પછી રાજકારણમાં જોડાવાની અને શહેરોમાં વસવાની હોડ મચી હતી ત્યારે અનુબેને ઈ.સ.1978માં સમાજ સેવા અર્થે વડોદરા જિલ્લાનાં વાઘોડિયા તાલુકાનાં ગોરજ ગામે ઝુંપડી બાંધીને રહેવા લાગ્યાં સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિમાં તેમણે ગામડાઓમાં કામ શરુ કર્યું અને આશ્રમ સ્થાપી છોકરાઓને ભણાવવાનું શરુ કરી શારદા મંદિર સંસ્થા દ્રારા બાળ મંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ઘોડિયા ઘરો ચાલુ કર્યા જે આશ્રમ આજે 300 એકરથી વધુ વિસ્તારમાં પ્રસરેલો છે અને અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. આ આશ્રમ ‘મુની સેવા આશ્રમ’થી જાણીતો છે આરોગ્ય મંદિર 1981માં શરુ કરી ખુબ જ ઓછા દરે દર્દીઓની સારવાર શરુ કરાવી સાથે અન્નપૂર્ણા મંદિરમાં દર્દીઓનાં સગાઓને વિનામુલ્યે ભોજનની સુવિધા ઉભી કરી અને અમદાવાદ સિવાય ક્યાંય કેન્સર હોસ્પિટલ ન હતી ત્યારે કૈલાશ કેન્સર હોસ્પિટલ ઉભી કરી વાનપ્રસ્થ મંદિર દ્રારા ભજન-કીર્તન, સત્સંગ, ધ્યાન અને વાંચનની વ્યવસ્થા ઉભી કરી, તો ગૌશાળા દ્રારા બાયોગેસ અને પશુપાલનની તાલીમ આપી સંસ્થાનો ઉદ્દેશ "અમને રોટલો ન આપશો, પણ રોટલો કેમ કમાવવો તે બતાવો” સાર્થક કર્યું સેવાયજ્ઞનાં માનમાં અનુબેન અશોક ગોંધિયા (1996), જાનકીદેવી બજાજ એવોર્ડ અને મેવાડ ફાઉન્ડેશન દ્રારા સન્માનિત થયાં હતાં

- ભારતના સર્વોચ્ચ સૈન્ય શણગાર પરમ વીર ચક્રના પ્રાપ્તકર્તા સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ કર્નલ ધાનસિંહ થાપાનું પુના ખાતે અવસાન (2005)
- હિન્દી ફિલ્મોના અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, પટકથા લેખક, સંપાદક રાકેશ રોશનનો મુંબઈ ખાતે જન્મ (1949) તેમની અભિનેતા તરીકે સફળ ફિલ્મોમાં ખેલ ખેલ મે, ખુબસુરત, ખટ્ટા મીઠા, કામચોર, જાગ ઉઠા ઇન્સાન, આખિર કયો?, ભગવાન દાદા, ખુદગરઝ, ખૂન ભરી માંગ, હથ કડી, ખાનદાન, ઘર ઘર કી કહાની વગેરે છે નિર્માતા તરીકે આપકે દીવાને, કામચોર, જાગ ઉઠા ઇન્સાન, ભગવાન દાદા, ખુદગરઝ, ખૂન ભરી માંગ, કિશન કનૈયા, કિંગ અંકલ, કરણ અર્જુન, કોઈલા, કહોના પ્યાર હે, કોઈ મિલ ગયા, ક્રિશ વગેરે છે દિ્ગદર્શક તરીકે ખુદગરઝ, ખૂન ભરી માંગ, કિશન કનૈયા, કિંગ અંકલ, કરણ અર્જુન, કોઈલા, કહોના પ્યાર હે, કોઈ મિલ ગયા, ક્રિશ વગેરે છે તેમના પિતા રોશન અને ભાઈ રાજેશ રોશન સંગીતકાર અને દીકરો રિતિક રોશન સફળ અભિનેતા છે

- ભારતીય-કેનેડિયન રાજકારણી અને નિવૃત્ત કેનેડિયન આર્મી ઓફિસર હરજીત સજ્જનનો હોશિયારપૂર ખાતે જન્મ (1970) - ઇંગ્લેન્ડ જઈ બેરીસ્ટર થયા અને કોલકત્તાની હાઇકોર્ટમાં વકીલ અને સ્વતંત્રતા કાર્યકર શરતચંદ્ર બોઝનો બંગાળનાં હાવરામાં જન્મ (1889) સુભાષચંદ્ર બોઝ તેમનાં ભાઈ હતાં અને સુભાષબાબુની આઝાદ હિંદ ફોજનું પણ સમર્થન કર્યું હતું
- ગુજરાતી ભાષાનાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક ડૉ. સુરેશ હરિપ્રસાદ જોષીનું નડિયાદ ખાતે અવસાન (1986)
- શાંતિનાં નોબેલ પારિતોષિક વિજેતા, અમેરિકન સમાધાન કાર્યકર, સુધારક, સમાજ કાર્યકર, સમાજશાસ્ત્ર, જાહેર વહીવટકર્તા અને લેખક જેઈન એડમ્સનો અમેરિકામાં જન્મ (1860)
- ઇન્ફોસ્પેસના સ્થાપક બિઝનેસ એક્ઝિક્યુટિવ અને ઉદ્યોગ સાહસિક નવીન જૈનનો જન્મ (1959) - કાશ્મીર ખીણના ઉર્દૂ ભાષાના ટૂંકી વાર્તા લેખક પ્રેમ નાથ દારનું અવસાન (1976)

- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પંજાબ એકમ સાથે જોડાયેલા રાજકારણી અને પંજાબના મુખ્યમંત્રી રહેલ હરચરણ સિંહ બ્રારનું અવસાન (2006) - બ્રિટિશ ટેલિવિઝન, સ્ટેજ અને ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા માઈકલ લેટિમરનો કોલકાતા ખાતે જન્મ (1941)
- કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલ એમ.ઓ.એચ. ફારુકનો જન્મ (1937) - બાંગ્લાદેશમાં જન્મેલ અને પદ્મવિભૂષણથી સન્માનિત સંગીતકાર અલાઉદીનખાનનું મધ્ય પ્રદેશ રાજ્યમાં અવસાન (1972)
- બોલિવૂડ ફિલ્મ નિર્માતા યશ જોહરનો અમૃતસર ખાતે જન્મ (1929) - હિન્દી ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક અભિનવ કશ્યપનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1974)
- કુમકુમ, નાગીનમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી સાયન્તાની ઘોષનો કોલકાતા ખાતે જન્મ (1984)

- હિન્દી ફિલ્મ અભિનેત્રી, મોડલ અને ટેલિવિઝન હોસ્ટ સરગુન મહેતાનો ચંદીગઢ ખાતે જન્મ (1988) મનની ચંચળતાનાં ભાવનાત્મક, પારિવારિક, આર્થિક કે શારીરિક કારણો હોઈ શકે, એટલે એકાગ્રતામાં ખલેલ પાડતી બાબતોને પારખીને તેને ઠીક કરવી પડે. જે ચીજ કરતા હોઈએ તેમાં આપણો રસ કેટલો છે તે એકાગ્રતાની તીવ્રતા નક્કી કરે છે. ન ગમતા કામમાં ચિત્ત ન લાગે તે સહજ છે. એકાગ્રતા માટે કામને ગમાડવું પડે. બોર થઈ જવું એ મનની સહજ વૃતિ છે પણ જે કામમાં દિલચસ્પી લઈએ તેમાં આસાનીથી મોટિવેશન આવે છે અને ઉકેલ આસાન બને છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 6 સપ્ટેમ્બરના દિવસે