National

બેંગ્લોરમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગ 14 ને ભરખી ગઈ

બેંગ્લોરમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગ 14 ને ભરખી ગઈ

- ટ્રકમાંથી ફટાકડા ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઇ

- મકાનો અને વાહનો સળગી ગયા

બેંગલુરુ. રવિવાર

  બેંગ્લોરમાં શનિવારે આંકડાની દુકાનમાં લાગેલી ભિષણ આગમાં મૃત્યુ આંક 14 ઉપર પહોંચી ગયો છે. 12 લોકોના શનિવારે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોના રવિવારે સારવાર દરમિયાન મોત થયા હતા. હાલમાં આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ટ્રકમાંથી ફટાકડા ઉતારતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

  બેંગલુરુના અનેકલમા અટ્ટીબેલે વિસ્તારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાં શનિવારે ભિષણ આગ લાગી હતી. જેમાં 12 લોકોના મોત થયાં હતા, જ્યારે રવિવારે વધુ બે ઇજાગ્રસ્તના મોત થતા મૃત્યુઆંક 14 ઉપર પહોંચી ગયો છે. દશેરા અને દિવાળીના તહેવારને લઈને ટ્રકમાં ફટાકડા નો સ્ટોક આવ્યો હતો, જે ઉતારતી વખતે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ દ્વારા દુકાનના માલિકની અટક કરવામાં આવી છે. દુકાનમાં સલામતીના સાધનો હતા કે નહીં તેમ જ દુકાનદાર દ્વારા લાઇસન્સ લેવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગણતરીની ક્ષણોમાં જ આગ દુકાન અને વેરહાઉસમાં ફેલાઈ ગઈ હતી, જ્યાં કામ કરી રહેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આગમાં નજીકમાં ઉભેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા . ઇજાગ્રસ્તોમાં વેરહાઉસના માલિકનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે દુકાનના માલિક અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગંભીર રીતે ગવાયેલા લોકોને એક લાખ રૂપિયા, જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તો ને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની તમિલનાડુના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

બેંગ્લોરમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગ 14 ને ભરખી ગઈ