District

રાજકોટમાં નમકીનની ફેક્ટરીમાં આગ

રાજકોટમાં નમકીનની ફેક્ટરીમાં આગ

- ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી

- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક તારણ

રાજકોટ, શનિવાર

  રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ એક નમકીનના કારખાનામાં ગત મોડી રાત્રે એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે આગની આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

  રાજકોટ જામનગર રોડ ઉપર આવેલ ભારત નમકીન નામની ફેક્ટરીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો ભયભીત બની ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોતજોતામાં સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. સ્થળ ઉપર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફેક્ટરીના માલિક પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ કાબુમાં આવ્યા બાદ ફેક્ટરીમાં તપાસ કરતા બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજકોટમાં નમકીનની ફેક્ટરીમાં આગ