District

તલોદમાં નિવૃત પોલીસ કર્મીના પત્ની ઉપર પાંચ વ્યક્તિઓનો હુમલો

તલોદમાં નિવૃત પોલીસ કર્મીના પત્ની ઉપર પાંચ વ્યક્તિઓનો હુમલો

- મંદિર આગળ ઘરનુ ખરાબ પાણી આવે છે તે બંધ કરવાનુ કહી ધાક ધમકી આપી 
- વૃદ્ધાને સારવાર માટે તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

તલોદ,શનિવાર 

  તલોદના કલ્યાણપુરા ગામે રહેતા નિવૃત પોલીસ કર્મીની પત્ની પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો. અમારા મંદિર આગળ તમારા ઘરનુ ખરાબ પાણી આવે છે તે બંધ કરવાનુ કહી પાંચ લોકોએ વૃદ્ધાને માર મારીને ધાક ધમકી આપી હતી. બનાવને પગલે હોબાળો થતાં આજુબાજુના માણસો એકઠા થઈ ગયા હતા તેથી ઉપરોક્ત પાંચ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જે બાદ વૃદ્ધાને સારવાર માટે તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તેમણે પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. 

  મળતી વિગત અનુસાર તલોદના કલ્યાણપુરા ગામે રહેતા અને નિવૃત પોલીસ કર્મીના પત્ની સવીતાબેન ગોવિંદભાઇ પરમાર ઘરે હતા ત્યારે ગામના અરવિંદભાઇ કુબેરભાઇ પરમાર, તેમની પત્ની રંજનબેન, તેમની દિકરી મેધના, રાકેશભાઇ ધનજીભાઇ પરમાર અને સંજયભાઇ કાલીદાસ પરમાર તેમના ઘર આગળ આવીને અમારા મંદિર આગળ તમારા ઘરનુ ખરાબ પાણી આવે છે તે બંધ કરવાનુ કહી બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તેથી સવીતાબેને ગાળો બોલવાની ના પાડતા અરવિંદભાઇ કુબેરભાઇ પરમાર ઉશ્કેરાઇને તેમને કમ્મરના ભાગે મારતા તેઓ નીચે પડી ગયા હતા. ઉપરોક્ત તમામે ફરિયાદીને ગડદાપાટુનો માર મારવા લાગતાં બુમાબૂમ કરતાં પતિ અને અન્ય લોકો એકઠા થઈ જતાં ઉપરોક્ત તમામે આજે તો બચી ગયા છો આજ પછી પાણી બંધ નહિ કરો તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. જે બાદ તેમને સારવાર માટે તલોદ સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સવિતાબેને (૧)અરવિંદભાઇ કુબેરભાઇ પરમાર (૨)રંજનબેન અરવિંદભાઇ કુબેરભાઇ પરમાર (૩)મેધનાબેન અરવિંદભાઇ કુબેરભાઇ પરમાર (૪) રાકેશભાઇ ધનજીભાઇ પરમાર (પ)સંજયભાઇ કાલીદાસ પરમાર સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

તલોદમાં નિવૃત પોલીસ કર્મીના પત્ની ઉપર પાંચ વ્યક્તિઓનો હુમલો