Weu Special

ત્રીસ-ત્રીસ વર્ષથી ફરાર અપરાધી કોનાથી ડરીને પોલીસ પાસે પકડાવા સામેથી આવી ગયો ? તમે જાણશો તો હસી પડશો....

ત્રીસ-ત્રીસ વર્ષથી ફરાર અપરાધી કોનાથી ડરીને પોલીસ પાસે પકડાવા સામેથી આવી ગયો ? તમે જાણશો તો હસી પડશો....

- ગાંજો ઉગાડવાના ગુનામાં સાડા ત્રણ વર્ષની કેદ ભોગવી રહેલો ડાર્કો ‘ડૉગી' ડેસિક 1 ઓગસ્ટ- 1992ની રાત્રે જેલમાંથી ભાગી છૂટ્યો હતો

- સઘન શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો અને હવે 29 વર્ષ પછી તે સામેથી હાજર થઈને કરગર્યો કે, મને જેલમાં પૂરી દો, ભૈ-સાબ..!

વીયુ વિશેષ, અનામી

  ત્રણ અઠવાડિયા પહેલા આપણે આ જ કોલમમાં જોયું હતું કે, જેલમાંથી ભાગી છૂટેલો એક ખૂંખાર કેદી પોતાની પત્નીથી ડરીને ફરી પાછો પોલીસ પાસે શરણાગતિ સ્વીકારવા માટે આવી ગયો હતો અને પોતાને જેલમાં પૂરી દેવામાં માટે પોલીસને કાકલૂદી કરવા માંડ્યો હતો. આ જ પ્રકારનો બીજો એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાં બન્યો છે. આમાં સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું કારણ અલગ છે. જોકે એ કારણ પણ પ્રથમ ઘટના જેટલું જ રમૂજપ્રેરક છે.

  ઓસ્ટ્રેલિયામાં દાયકાઓ પહેલા ડાર્કો ડોગી ડેસિક નામના એક વ્યક્તિને ગાંજો ઉગાડવાના કેસમાં સાડા ત્રણ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી હતી. ડાર્કોને પકડીને સાઉથ વેકસના ગ્રેફ્ટન કલેક્શન સેન્ટરમાં પૂરી દેવામાં આવ્યો હતો. આ જેલમાં લગભગ તેણે અડધી સજા કાપી નાખી હતી. આ સમય દરમ્યાન પણ તે સતત અહીંથી ભાગવાનો પ્લાન બનાવતો રહ્યો હતો. તેની અડધી સજા પૂરી થઈ એ દરમિયાનમાં કટર અને બ્લેડ જેવા તીક્ષ્ણ સાધનો જેલની અંદર જ મેળવી લેવામાં આખરે સફળ રહ્યો હતો અને આવા સાધનોની મદદથી 1992ના ઓગસ્ટ મહિનામાં પહેલી તારીખની મધરાતે એ ભાગી છૂટ્યો હતો. ડાર્કો જેલમાંથી ભાગ્યો ત્યારે પણ હજુ તેની અડધી સજા તો બાકી જ હતી.

  ઓસ્ટ્રેલિયન પોલીસે તેને શોધવા માટે ભારે દોડધામ કરીને આકાશ પાતાળ એક કરી દીધા હતા પણ ડાર્કો જાણે હવામાં ઓગળી ગયો હોય તેમ ક્યાંથી મળ્યો ન હતો. ડાર્કો ડેસિક લાપતા બન્યો તેને પણ દિવસો પછી મહિનાઓ વધવા માંડ્યા અને એ મહિનાઓ વર્ષોમાં બદલાવા માંડ્યા હતા. આમ છતાં ગાંજો ઉગાડવાના કેસમાં અપરાધી સાબિત થયેલા આ માણસનો ક્યાંય અત્તો-પત્તો નહોતો. હવે અચાનક જ આ ઉપરાંત તાજેતરમાં ઓસ્ટ્રેલિયન પોલીસની સમક્ષ પ્રગટ થયો અને પોતાને ફરીથી જેલમાં પૂરી દેવા માટે કરગરવા માંડ્યો હતો.

  29 વર્ષ પછી એકાએક આ કેદી સામેથી શા માટે પકડાવા માટે આવી ગયો એ બાબતે પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. પોલીસે તેને આ અંગે પૂછતાં તેણે કહ્યું કે, જેલમાંથી ભાગ્યા પછી તે ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય દરિયા કિનારે પહોંચ્યો હતો અને ત્યાં બિલ્ડર અને કારીગર તરીકે કામ કરવા માંડ્યો હતો. વર્ષો સુધી એ ત્યાં રહ્યો હતો, પરંતુ હવે મહામારી કોરોના આવતા એ બેઘર બની ગયો હતો અને પોતાને કોરોના થઈ જવાનો એને ડર લાગવા માંડ્યો હતો. આથી કોરોના થઈ જવાની બીકથી એ સામેથી પોલીસ પાસે આવી ગયો હતો અને પોતાને જેલમાં પૂરી દેવાની વિનંતી કરી હતી. કોરોનાના પ્રકોપનું આ એકમાત્ર પોઝિટિવ પાસું જોઈને ઓસ્ટ્રેલિયન પોલીસ પણ આશ્ચર્યસભર રમૂજ અનુભવી રહી હતી. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ત્રીસ-ત્રીસ વર્ષથી ફરાર અપરાધી કોનાથી ડરીને પોલીસ પાસે પકડાવા સામેથી આવી ગયો ? તમે જાણશો તો હસી પડશો....