District

દહેગામના લોકોના જીવને જોખમમાં મુકતા ફાર્માસિસ્ટો ઉપર ડ્રગ્સ વિભાગના ચાર હાથ

દહેગામના લોકોના જીવને જોખમમાં મુકતા ફાર્માસિસ્ટો ઉપર ડ્રગ્સ વિભાગના ચાર હાથ

- ફાર્માસિસ્ટો દ્વારા લાઇસન્સ ભાડે આપવામાં આવે છે : એસ. એસ. સી. પણ પાસ ન હોય તેવા કર્મચારી દવાઓ આપતા હોય છે

- દવાઓના જાણકાર ન હોય એવા લોકો વગર પ્રિસ્ક્રિપ્શને પણ આડેધડ દવા આપે છે : આ ગોરખધંધામાં ડ્રગ્સ વિભાગની મિલીભગત

ગાંધીનગર, બુધવાર

 રાજ્યના પાટનગર અને તેમાં એક ખાસ કરીને દહેગામમાં ફાર્માસિસ્ટો બેખોફ અને બેફામ બન્યા છે. તંત્રની રહેમ નજર હેઠળ ફાર્માસિસ્ટ વગર જવાની દુકાનો ઠેર ઠેર ધમધમતી જોવા મળે છે. લાયસન્સ ન હોય કે મેડિકલ ક્ષેત્રનું કોઈ જ જ્ઞાન ન હોય તેવા લોકો દવાની દુકાનમાં દવા આપતાં જોવા મળે છે. કોઈ નિર્દોષ જીવ ગુમાવશે પછી કદાચ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સફાળું જાગશે અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવા જશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં સુધી તો "વ્યવહાર" સચવાતો હોવાથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ ની નીતિ અપનાવવામાં આવી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  દહેગામમાં ઠેર ઠેર ધમધમતી દવાની દુકાનોમાં ફાર્માસિસ્ટોની ગેરહાજરી આંખે ઉડીને વળગે છે. જેમને મેડિકલ ક્ષેત્રનું કોઈ જ્ઞાન ન હોય તેવા લોકોને નોકરીએ રાખવામાં આવે છે. આ લોકો મોટાભાગે તબીબોના અક્ષરો પણ ઉકેલી શકવા માટે સક્ષમ હોતા નથી. ઘણીવાર અંદાજો મારીને દવા આપી દેતા હોય છે તો ક્યારેક પોતાના સહકર્મચારીની મદદથી પ્રિસ્ક્રિપ્શનમાં કઈ દવા લખી છે તે કોયડો ઉકેલવાનો પ્રયાસ કરે છે. જાણકાર ન હોય તેવા લોકો ક્યારેક પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ ગ્રાહક આવે અને પોતાની બિમારીના લક્ષણો જણાવે તો તેના આધારે પણ દવાઓ આપી દેતા જોવા મળે છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સરકાર દ્વારા "શેડ્યુલ એચ ડ્રગ"તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચવાની સૂચના આપવામાં આવી હોવા છતાં તેનો પણ તમામ નીતિ નિયમો નેવે મૂકીને વેચાણ કરવામાં આવે છે. કફ સીરપ લઈને પણ કેટલાક લોકો નશો કરતા હોવાથી તેની માટે પણ કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે જેનું દહેગામમાં સદંતર ઉલ્લંઘન થતું જોવા મળે છે. છેલ્લા લાંબા સમયથી ફાર્માસિસ્ટો દ્વારા પોતાનું લાયસન્સ ભાડાપટ્ટે આપીને કમાણી કરવામાં આવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે. વળી કોઈ કાર્યવાહી ન થાય તે માટે સરકારી અધિકારીઓને પણ "સાચવી" લેવામાં આવે છે. જેને કારણે કોઈ મેડિકલ સ્ટોરમાં સરકારના સંબંધિત વિભાગ દ્વારા કોઈ દિવસ ચેકિંગ સુદ્ધા કરવામાં આવતું નથી. જેને કારણે દવાની દુકાનોવાળા બેખોફ અને બેફામ બનીને લોકોના જીવને જોખમમાં નાખતા જોવા મળે છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  દહેગામ ઉપરાંત આસપાસના તાલુકા મથકો તેમજ પાટનગર ગાંધીનગરમાં પણ સરકારી તંત્ર દ્વારા નીતિ નિયમો મૂકીને ધમધમતી દવાની દુકાનોમાં કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. સરકારી અધિકારીઓને "મેનેજ" કરી લેતા દવાની દુકાનોવાળા સામાન્ય લોકોના જીવને જોખમમાં મુકતા હોવાછતાં તંત્ર પોતાના સ્વાર્થ માટે ધૃતરાષ્ટ્ર બનીને બેસી રહે છે. કોઈ દુર્ઘટના બનશે કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારે તંત્ર સફાળું જાગશે અને પછી કામગીરી કરવાના દેખાડા માટે એકાદ બે દુકાનોમાં ચેકિંગ કરશે બાકી અન્ય દુકાનદારોને હાલમાં સાચવે છે તેમ સાચવી જ લેશે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ટૂંક સમયમાં આવા લોકોને ઉઘાડા પાડવામાં આવશે
  વીયુ નેટવર્ક ધ્વારા આવા મેડિકલ સ્ટોરમાં રૂબરૂ પહોંચી તપાસ કરવામાં આવી રહી છે. આવા મેડિકલ સ્ટોરના નામ અને ફોટોગ્રાફ સાથેની વિગતો ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. રાતોરાત લખપતિ થવા ગામડાંની ભોળી પ્રજાને કેવી રીતે લૂંટવામાં આવી રહી છે તેનો પણ પર્દાફાશ કરવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના લોકોના જીવને જોખમમાં મુકતા ફાર્માસિસ્ટો ઉપર ડ્રગ્સ વિભાગના ચાર હાથ