National

ચૂંટણીની ચિંતા વચ્ચે 56 ઈંચની છાતીવાળી મોદી સરકારનું ચાર વખત સરન્ડર !

ચૂંટણીની ચિંતા વચ્ચે 56 ઈંચની છાતીવાળી મોદી સરકારનું ચાર વખત સરન્ડર !

- મિશનરીઝ ઓફ ચેરિટીને એફસીઆરએ લાયસન્સ રિન્યૂ

- નીટ પીજી કાઉન્સિલિંગ થશે 12 જાન્યુઆરીથી શરૂ

- કાપડ પરનો જીએસટી વધારો ટળ્યો, 3 કૃષિ કાયદા પણ રદ્દ

 

નવી દિલ્હી, મંગળવાર

  ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહીએ, આ જૂની કહેવત ભારત સરકારના તાજેતરના ચાર નિર્ણયોને જોતા બદલી શકાય તેમ છે. આ કહેવતને આના સંદર્ભે બદલીને કહી શકાય કે ઝુકે છે સરકાર બસ ચૂંટણી આવવી જોઈએ. જ્યાં સુધી ચૂંટણી નથી આવતી, ત્યાં સુધી સરકાર 56 ઈંચની છાતી તાણીને રહે છે. પરંતુ હવે ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીઓ છે, તો તેની પૃષ્ઠભૂમિમાં ગત બે માસમાં કેન્દ્રની મોદી સરકાર ચાર વખત ઝુકી છે. સરકારે સંસ્થાગત વિરોધ સામે ચાર વખત સરન્ડર કર્યું છે.

મિશનરીઝ ઓફ ચેરિટીને એફસીઆરએ લાયસન્સ-
  તાજેતરનો મામલો મિશનરીઝ ઓફ ચેરિટીના વિદેશી ફંડ લેનારા એફસીઆરએ લાયસન્સનો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે મધર ટેરેસાની આ સંસ્થાનું એફસીઆરએ લાયસન્સ રિન્યૂ કર્યું ન હતું. મંત્રાલયે કહ્યું હતું કે તેને અરજીની તપાસ દરમિયાન એડવર્સ ઈનપુટ મળ્યા હતા. તેના કારણે લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું નહીં. તેનું લાયસન્સ 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ ગયું. સરકારે એ જણાવ્યું નથી કે ક્યાં એઢવર્સ ઈનપુટ મળ્યા હતા. પરંતુ જ્યારે દેશમાં અને દેશની બહાર વિરોધ શરૂ થયો, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આગળ વધીને મિશનરીઝ ઓફ ચેરિટીને પોતાનું કામ ચાલુ રાખવા માટે લાખો રૂપિયાની મદદ કરી, તો સરકાર પાછળ હટી અને લાયસન્સ રિન્યૂ કરી દીધું. જ્યારે લાયસન્સ રિન્યૂ કર્યું તો એ જણાવ્યું નહીં કે એડવર્સ ઈનપુટનું શું થયું, તે કેવી રીતે પોઝિટિવ ઈનપુટમાં બદલાય ગયા?

નીટ-પીજી કાઉન્સિલિંગ મામલે સરન્ડર-
  આના પહેલા દિલ્હીના ડોક્ટરોએ હડતાલ કરીને નીટ-પીજી કાઉન્સિલિંગના મામલામાં સરકારને સરન્ડર કરાવ્યું. કેન્દ્ર સરકારે ગત વર્ષ 26 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જ્યાં સુધી ઓબીસી અનામત અને ઈડબ્લ્યૂએસ અનામત માટે આવકની મર્યાદાનો મામલો ઉકેલાય નહીં જાય, ત્યાં સુધી કાઉન્સિલિંગ પર રોક લાગવી જોઈએ. પરંતુ જ્યારે દિલ્હીના ડોક્ટરોએ હડતાળ શરૂ કરી અને ટકરાવ વધ્યો તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે દેશહિતમાં કાઉન્સિલિંગ જલ્દી થવું જોઈએ. તો હવે 12 જાન્યુઆરીથી નીટ પીજી કાઉન્સિલિંગ શરૂ થઈ રહ્યું છે.

કપડાં વેપારીઓના પ્રદર્શન બાદ જીએસટી વધારવાનો નિર્ણય ટાળ્યો-
  આના પહેલા દેશભરમાં કાપડ વેપારીઓએ સરકારને સરન્ડર કરાવ્યું. સરકારે કાપડ ઉપરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધો હતો. એક જાન્યુઆરીથી આ લાગુ થવાનો હતો. પરંતુ આના પહેલા દેશભરમાં કાપડ વેપારીઓએ દેખાવો શરૂ કર્યા અને દેખાવોની તીવ્રતાને જોતા કેન્દ્ર સરકારે એક જાન્યુઆરીએ જ જીએસટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી અને જીએસટી વધારવાનો નિર્ણય ટાળી દીધો હતો. જો કે જોડાં-ચંપલ પર પણ ટેક્સ પાંચ ટકાથી વધારીને 12 ટકા કરાયો છે. પરંતુ તેના વેપારીઓએ વિરોધ કર્યો નથી, તો તે લાગુ થઈ ગયો છે.

ખેડૂતો સામે સાષ્ટાંગ-
  આ ત્રણ પહેલા ખેડૂતોએ સરકારને ઝુકાવી હતી. એક રીતે ત્યારથી સરકારના ઝુકવાનો તાજેતરનો તબક્કો શરૂ થયો છે. કેન્દ્ર સરકારે મનસ્વી રીતે ત્રણ કૃષિ કાયદાઓ પારીત કરાવીને તેને લાગુ કરાવ્યા હોવાનો ખેડૂત સંગઠનોનો આરોપ હતો. તેની સામે ખેડૂત સંગઠનો દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી આંદોલનો થઈ રહ્યા હતા અને પરિણામે સરકારે ત્રણેય નવા કૃષિ કાયદાઓને પાછા લેવા પડયા હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ચૂંટણીની ચિંતા વચ્ચે 56 ઈંચની છાતીવાળી મોદી સરકારનું ચાર વખત સરન્ડર !